માથાદીઠ આવકની બાબતમાં બાંગ્લાદેશે ભારતને પાછળ છોડ્યો

વર્ષ 2020-21 માં બાંગ્લાદેશની માથાદીઠ આવક 2,227 ડોલર થઈ

137
Bangladesh Beats India in Per Capita Income-suratheadlines

ભારતની માથાદીઠ આવક 1,947 ડોલર એટલે 1.41 લાખ,

ભારત કરતા બાંગ્લાદેશની માથાદીઠ આવક 280 ડોલર વધારે,

સુરત
આઝાદી પછી સતત ગરીબીથી ઝઝૂમી રહેલા બાંગ્લાદેશે માથાદીઠ આવકની બાબતમાં ભારતને પાછળ છોડી દીધો છે. વર્ષ 2020-21 માં ભારતની માથાદીઠ આવક 1,947 ડોલર એટલે 1.41 લાખથી વધુ છે. જ્યારે ભારત કરતા બાંગ્લાદેશની માથાદીઠ આવક 280 ડોલર વધારે થઈ છે.

બાંગ્લાદેશના કેબિનેટ સચિવ ખંડેકર અનવારૂલ ઈસ્લામના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2020-21 માં બાંગ્લાદેશની માથાદીઠ આવક 2,227 ડોલર એટલે 1.62 લાખ જેટલી થઈ છે. 2007 માં, બાંગ્લાદેશની માથાદીઠ આવક ભારતની માથાદીઠ આવક કરતા અડધી હતી. જ્યારે હાલ માથાદીઠ આવકની બાબતમાં બાંગ્લાદેશે ભારતને પાછળ છોડી દીધો છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: