લોકડાઉન બાદ ઉદ્યોગોને બેઠા કરવામાં ત્રણ મહિના લાગશે : સૌરભ પટેલ (ઉર્જા- ઉદ્યોગમંત્રી, ગુજરાત)

342

ગાંધીનગર
કોરોના મહામારી સામે લડવા સમગ્ર ભારત ૨૧ દિવસના લોકડાઉનમાં છે અને ૧૪ એપ્રિલ પછી પણ લોકડાઉનમાં વધારો કરવાની તૈયારી ચાલી રહી છે ત્યારે અર્થતંત્રને થનારી અસરોમાં, ગુજરાતમાં લોકડાઉન બાદ ઉદ્યોગોને ઉત્પાદનની સામાન્ય સ્થિતિમાં આવતાં ઓછામાં ઓછા ૩ મહિના લાગશે એટલું જ નહીં નાના ઉદ્યોગને લોકડાઉનને કારણે સૌથી વધારે તકલીફ પડશે, એમ અન્ય કોઇ નહીં પરંતુ ખુદ રાજ્યના ઉર્જા અને ઉદ્યોગમંત્રી સૌરભ પટેલે જાહેર કર્યું છે.

કોરોનાથી ગુજરાતમાં પણ ૨૪ માર્ચની મધરાતથી સમગ્ર વેપાર-ધંધો-રોજગાર વગેરે. બંધ છે. નાના મોટા કારખાના, ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રવૃતિઓ ઠપ્પ છે. ક્યારે સમગ્ર પરિસ્થિતિ સામાન્ય બનશે તે હજુ નક્કી નથી અને લોકડાઉનમાં વધારો કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યના ઉદ્યોગને ફરી બેઠા થતાં ઓછામાં ઓછા ૩ મહિનાનો સમય સાગે તેમ છે. ઉર્જા-ઉદ્યોગમંત્રી પટેલે એક ખાનગી ટેનલને આપેલી મુલાકાતમાં સ્વીકાર્યું કે જો કોરોનાને રોકવા લોકડઉનનો નિર્ણય સમયસર લેવાયો ન હોત તો ભારતની હાલત યુરોપના ઇટાલી જેવી થઇ ગઇ હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા અમગચેતી રાખીને સમયસર પગલા લેવાયા છે.

તેમણે સ્વીકાર્યું કે ગુજરાતમાં ઉદ્યોગો વગેરે. બંધ છે. અને તેમને ફરીથી બેછા થતાં ઓછામાં ઓછા ૩ મહિનાનો સમય લાગી શકે. એટલે કે જો ૧ મેના રોજ લોકડાઉન ખુલે તો ઓગસ્ટ-૨૦૨૦ સુધી ઉદ્યોગોને સમય લાગશે. જેમાં નાના ઉદ્યોગોને સૌથી વધારે તકલીફ પડશે.

તેમણે ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણય અંગે કહ્યું કે, હાલમા ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવાની વ્યવસ્થા નથી. તેથી સરકારે એમ નક્કી કર્યું કે ૩ વર્ષમાં ૩ હજાર કરોડના ખર્ચે નવી વ્યવસ્થા ઉભી કરીને ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. કેમ કે ખેડૂતોની એવી માંગ રહી છે કે ખેતી માટે રાત્રે વીજળી આપવાથી તેમને પાણી વાળવા માટે રાત્રે ખેતરમાં જવુ પડે છે. જો દિવસે વીજળી આપવામાં આવે તો રાતના ઉજાગરા કરવા ના પડે.
તેથી સરકાર ૩ બજાર કરોડના ખર્ચે એવી વ્યવસ્થા કરશે કે ખેતરોમાં રહેલા વીજળીના ફિડર-ટ્રાન્સફોર્મર વગેરે. દ્વારા દિવસે વીજપ્રવાહ વહેતો કરવામાં આવે અને ખેડૂતો દિવસે ખેતરમાં વીજળીનો ઉપયોગ કરીને ટ્યુબવેલ કે બોરનું પાણી ખેતરમાં વહેતુ કરી શકશે.

કોરોના અને લોકડાઉન અંગે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇની સરકાર દ્વારા કોરોનાને ડામવા લોકડાઉનનો નિર્ણય સમયસર લેવાયો છે. જો તેમાં વિલંબ થયો હોત તો ભારતની હાલત યુરોપના દેશો જેવી થઇ ગઇ હોત. જ્યાં મોડા નિર્ણયથી હજારો લોકો માર્યા ગયા છે.

દરમ્યાન, સૂત્રોએ કહ્યું કે રાજ્યમાં જીઆઇડીસી અને અન્યત્ર આવેલા નાનામોટા ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા માટે સરકારે કોઇ આર્થિક પેકેજ જાહેર કરવુ જાઇએ. લોકડાઉન પહેલાથી જ આર્થિકક્ષેત્રે સુસ્તીના કારણે ગુજરાતના નાના મોટા ઉદ્યોગોને અસર થઇ છે અને હવે ૨૧ દિવસ સુધી સતત ઉત્પાદન પ્રક્રિયા ઠપ્પ છે. ત્યારે તેને પૂર્વવત સ્થિતિમાં લાવવા માટે સરકારી સહાય અનિવાર્ય છે. જા કે ફાર્મા ઉદ્યોગ ધમધમી રહ્યું છે.

Share This: