નવી પ્રાઈવસી પોલિસી અંગે IT મંત્રાલયની વોટ્સઅપને ટકોર

284
New Privacy Policy of WhatsApp-suratheadlines

સુરત
ફેબ્રુઆરી મહિનાથી વોટ્સઅપ દ્વારા શરૂ કરાયેલી પ્રાઈવસી પોલિસી અંગે વિવાદ સર્જાયો છે. વોટ્સઅપની નવી પ્રાઈવસી પોલિસીની દાદાગીરી સામે ઘણા યુઝર્સે વોટ્સઅપ છોડી બીજા વધારે સલામત ટેલિગ્રામ અને સિગ્નલ એપ અપનાવ્યું છે. વોટ્સઅપના સંચાલકો દ્વારા ભારતીય યુઝર્સને 15 મે સુધીની મુદત અપાઈ હતી. જે યુઝર્સે સ્વીકાર ન કરતા વોટ્સઅપ દ્વારા તેમનું એકાઉન્ટ ડીલીટ કરવાની ધમકી પાછી લેવાઈ છે. જો કે હવે સરકાર દ્વારા વોટ્સઅપને નવી પ્રાઈવસી પોલિસી મુદ્દે ટકોર કરવામાં આવી છે.

સૂત્રો મુજબ ભારત સરકારના IT મંત્રાલય દ્વારા નવી પ્રાઈવસી પોલિસી મુદ્દે વોટ્સઅપને ટકોર કરી આ પોલિસી પછી લેવા મુદ્દત આપવામાં આવી છે. સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા વોટ્સઅપને 25 મે સુધી નવી પ્રાઈવસી પોલિસી પછી લેવા નિર્દેશ કરવામાં આવ્યો છે. કંપનીને સરકાર દ્વારા પોતાના આદેશમાં જણાવાયું છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં આદેશનું પાલન નહીં થાય તો કડક પગલાં ભરવામાં આવશે.

IT Ministry Warns WhatsApp For New Privacy Policy Issue-suratheadlines

વોટ્સઅપ તેની નવી પ્રાઈવસી પોલિસી દ્વારા પોતાની પાસેનો યુઝર્સ ડેટા ફેસબૂક સાથે શેર કરવા માંગે છે. વોટ્સઅપ-ફેસબૂકની દલીલ એવી છે કે અમારી પાસેનો તમારો ડેટા સલામત છે. પરંતુ સૌથી વધારે ડેટા લિક ફેસબૂકમાંથી જ થાય છે. ફેસબૂકના ઓવનર માર્ક ઝુકરબર્ગ પણ ડેટા સલામતી અંગે ગંભીર નથી એવું અમેરિકી સંસદની તપાસમાં જાણવા મળ્યું હતું. ટૂંકમાં વોટ્સઅપ એવી માહિતી આપે કે તમારો ડેટા અમારી પાસે સલામત છે, આ વાત પર કોઈ વિશ્વાસ કરશે નહીં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: