RBI ગવર્નરની ખાનગી બેંકોના એમડી અને સીઈઓ સાથે બેઠક

વિડીયો કોન્ફ્રસિંગના માધ્યમથી ગવર્નર શકિતિકંતા દાસે યોજી બેઠક

127
Meeting of RBI Governor With MD and CEO of Private Banks-suratheadlines

બેઠકમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નાયબ ગવર્નરો પણ રહ્યા હાજર,

મુંબઈ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શકિતિકંતા દાસે વિડીયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી કેટલીક ખાનગી બેંકોના એમડી અને સીઈઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં RBI ના નાયબ ગવર્નરો શ્રી એમ.કે. જૈન, શ્રી એમ. રાજેશ્વર રાવ, ડો.માઈકલ ડી. પાત્રા અને શ્રી ટી. રવિ સંકર ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં RBI ગવર્નરે વર્તમાન આર્થિક સ્થિતિ અને બેન્કિંગ ક્ષેત્રની સ્થિતિ, નાણાકીય નીતિ પ્રસારણ અને તરલતાના દૃશ્ય તથા આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા કોવિડ સંબંધિત વિવિધ નીતિના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, મુંબઈ.

Share This: