સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં તેજી

સેન્સેક્સ ૩૨૯ અંક પ્લસ

45

મુંબઇ
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ એટલે કે શુક્રવારે દિવસભરના ટ્રેડિંગ બાદ શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયુ. આજે બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૯૪ ટકાની તેજી સાથે ૩૨૯.૧૭ અંક ઉપર ૩૫૧૭૧.૨૭ સ્તર પર બંધ થયો. ત્યાં જ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૦.૯૧ ટકા વધી ૯૪.૧૦ અંક ઉપર ૧૦૩૮૩ના સ્તરે બંધ થયો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ઈન્ફોસીસ, બીપીસીએલ, ટીસીએસ, આઇઓસી, ઈન્ડસઇન્ડ બેંક, વિપ્રો, એચડીએફસી બેંક, ઓએનજીસી, હિન્દાલ્કો અને શ્રી સિમેન્ટના શેર ગ્રીન માર્ક પર બંધ થયા છે. બજાજ ફાઇનાન્સ, આઈટીસી, ઈન્ફ્રાટેલ, કોટક બેંક, ટાટા મોટર્સ, સન ફાર્મા, એમ એન્ડ એમ, હિન્દુસ્તાન યુનિલિવર, વેદાંતા લિમિટેડ અને ટાઇટનના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

આજે શેર માર્કેટની શરૂઆત લીલા નિશાન સાથે થઇ. સેન્સેક્સ ૩૦૯.૬૨ અંક એટલે કે, ૦.૮૯ ટકા ઉપર ૩૫૧૫૧.૭૨ના સ્તરે ખુલ્યો હતો. ત્યાં જ નિફ્ટી ૦.૮૯ ટકા એટલે કે ૯૧.૬૦ અંકોની તેજી સાથે ૧૦૩૮૦.૫૦ સ્તર પર ખુલ્યો.

Share This: