શરૂઆતી તેજી ગુમાવ્યા બાદ સેન્સેક્સ ૪૫ અંક ઘટી ૩૪,૯૧૫ની સપાટીએ

ડોલર સામે રૂપિયો મજબૂત

8

મુંબઇ
મજબૂત શરૂઆત કર્યા બાદ અંતિમ સેશનમાં રોકાણકારો દ્વારા વેચવાલી થતા બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૫ અંક અથવા ૦.૧૩ ટકા ઘટીને ૩૪,૯૧૫ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૧૦ પોઈન્ટ અથવા ૦.૧ ટકા ઘટીને ૧૦,૩૦૨ નજીક બંધ આવ્યા છે. જો કે, બેંક નિફ્ટીની વાત કરીએ તો અંતિમ સેશનમાં વેચવાલીને પગલે ઈન્ડેક્સે ટોચની સપાટી ગુમાવી હતી અને અંતિમ સેશનમાં માત્ર ૧૧ પોઇન્ટ વધીને ૨૧,૩૭૦ નજીક સેટલ થયો છે. જ્યારે બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૪ ટકા અને ૦.૭૫ ટકા ઘટીને બંધ થયા છે. આ સિવાય વિવિધ સેકટર્સની વાત કરીએ તો આજે ઓટો, કેપિટલ ગુડ્‌સ, મેટલ સેક્ટર્સને છોડી અન્ય તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી છે.

ચલણની વાત કરીએ તો આજે પણ ડોલર સામે રૂપિયો ૭ પૈસા મજબૂત બનીને સેટલ થયો છે. રૂપિયો ડોલર સામે ૭ પૈસા મજબૂત બની ૭૫.૫૧ પર બંધ આવ્યો હતો. જે આ પહેલા સોમવારે ૭૫.૫૮ પર બંધ આવ્યો હતો. ભારત અને ચીન વચ્ચે સતત વધતી તંગદિલી અને કોરોનાની સ્થિતિએ રોકાણકારોમાં ચિંતા વધારી છે. ઉપરાંત, કેન્દ્ર સરકારે ચીનની ૫૯ એપ્સ પર બેન લગાવ્યો છે. જેના કારણે પણ માર્કેટ પ્રભાવિત થયું છે.

Share This: