૧૭મી જૂન સુધી સ્કૂલ-કોલેજ બંધ

295

ભૂવનેશ્વર
સંપૂર્ણ લોકડાઉનની મર્યાદા પૂરી થવામાં હવે ૬ દિવસની જ વાર છે તેવામાં ઓરિસ્સામાં લોકડાઉનની મુદત વધારી દેવામાં આવી છે. ઓરિસ્સામાં ૩૦ એપ્રિલ સુધી લોકડાઉન ચાલશે. વડાપ્રધાનએ ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. પરંતુ રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે હવે અહીં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૭ જૂન સુધી આ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવશે.

ઓડિશામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમિત કેસોની કુલ સંખ્યા ૪૨ છે. જેમાં બે ડિસ્ચાર્સ થઈ ચુક્યા છે, જ્યારે એક દર્દીનું મોત થયું છે. ભુવનેશ્વરમાં કોરોના વાયરસથી સંક્રમિત ૭૩ વર્ષના વૃદ્ધનું મોત થઈ ગયું હતું. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે વ્યક્તિને કોરોના વાયરસ હતો. તપાસ રિપોર્ટ મંગળવારે સામે આવ્યો હતો. મૃતક ભુવનેશ્વરના ઝારપાડા વિસ્તારનો રહેવાસી હતો.

Share This: