દિલ્હીમાં પ્રાઇવેટ સ્કૂલો મન ફાવે તેમ ફી નહિ ઉઘરાવી શકે : દિલ્હી સરકાર

288

ન્યુ દિલ્હી
લોકડાઉનમાં આડેધડ ફી ઉઘરાવતી પ્રાઈવેટ સ્કૂલોની આવી બની, સરકારે બનાવ્યો આ નિયમ દિલ્હીમાં લોકડાઉન દરમિયાન વારંવાર મળતી ફરિયાદોને ધ્યાનમાં લેતા શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્કૂલ માટે એક સખ્ત નિયમ બનાવતા તેમણે ટ્‌વીટ કરી કહ્યું છે કે, તમામ પ્રાઈવેટ સ્કૂલોની એ જવાબદારી છે કે, તમામ ટીચિંગ અને નોન ટીચિંગ, કોન્ટ્રેક્ટ અથવા આઉટ સોર્સનો પગાર સમય પર આપવામાં આવે. તેમણે કહ્યું છે કે આ આદેશ તમામ પ્રાઈવેટ સ્કૂલોને લાગુ પડશે.

તેમણે બીજા એક ટ્‌વીટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નામનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, દિલ્હીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલ સરકારને પૂછ્યા વિના ફીમાં વધારો નહીં કરે. આ સિવાય એ બાળકો પાસેથી ત્રણ મહિનાની ફી એક સાથે નહીં લે. માત્ર એક મહિનાની ટ્યૂશન ફી સિવાય કોઈ પણ પ્રકારની ફી લેવાનું દબાણ નહીં કરી શકે. અને જો Delhi કોઈ વિદ્યાર્થી ફી નથી આપતો તો તેને પણ ઓનલાઈન ક્લાસમાંથી નહીં હટાવે.

શિક્ષણ મંત્રી અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું કે, મારા ધ્યાનમાં આવ્યું છે કે, ઘણી સ્કૂલો પોતાના ઘરની ચલાવી ફી ઉઘરાવી રહી છે. ઉપરથી સ્કૂલ બંધ હોવા છતાં ફી ઉઘરાવી રહી છે. પ્રાઈવેટ હોય કે સરકારી કોઈ પણ સ્કૂલ આ રીતે ફી નહીં વધારી શકે.

Share This: