UPSC માટે વિદ્યાર્થીઓને રૂા.૨૫ હજારથી રૂ.૧,૨૧,૦૦૦ સુધીની આર્થિક સહાય, આ રીતે અરજી કરો…

અનુ.જનજાતિના વિદ્યાર્થીઓને UPSC માં ભરતી પરીક્ષાના દરેક તબક્કે પ્રોત્સાહન સહાયની યોજના

103
Financial Assistance to Scheduled Tribe Students of UPSC-suratheadlines

યોજના હેઠળ વિધાર્થીઓ કોઈ પણ આવક મર્યાદા વગર કરી શકે છે અરજી,

સુરત
અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉત્તમ કક્ષાનું શિક્ષણ મેળવી અન્ય સમાજની હરોળમાં બરોબરી કરી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. આદિજાતિ કલ્યાણનાં હેતુથી વિવિધ શૈક્ષણિક યોજનાઓ થકી અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી બનાવવા અને ઉચ્ચકક્ષાની નોકરી પ્રાપ્ત કરવા સહાય કરવામાં આવે છે. જેમાં અનુ.જનજાતિના વિદ્યાર્થીઓને UPSC માં ભરતી પરીક્ષાના દરેક તબક્કે પ્રોત્સાહન સ્વરૂપે ત્રણ તબક્કામાં આર્થિક સહાય આપવામાં આવે છે.

યોજના હેઠળ પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ અનુક્રમે કુમાર વિદ્યાર્થીને રૂ.૨૫,૦૦૦ અને કન્યા વિદ્યાર્થીનીને રૂ.૩૦,૦૦૦ ની ધનરાશી મળવાપાત્ર છે. તદ્દઉપરાંત આખરી પસંદગી થયા બાદ કુમાર વિદ્યાર્થીને રૂ.૫૧,૦૦૦ અને કન્યા વિદ્યાર્થીનીને રૂ.૬૧,૦૦૦ એમ કુલ કુમાર વિદ્યાર્થીને રૂ.૧,૦૧,૦૦૦ અને કન્યા વિદ્યાર્થીનીને રૂ,૧,૨૧,૦૦૦ની સહાય મળવાપાત્ર છે.

યોજનાની મર્યાદા અનુસાર UPSC ની પ્રારંભિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તેમજ મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ વધુમાં વધુ ત્રણ વાર યોજનાનો લાભ મેળવી શકશે. પરંતુ વિદ્યાર્થીને એક જ વર્ષમાં બેવડો લાભ મળશે નહિ. યોજનામાં કોઈ પણ આવક મર્યાદા વગર અરજદારોએ જે-તે જિલ્લાના જિલ્લા મદદનીશ કમિશનર (આદિજાતિ વિકાસ) અને આદિજાતિ વિકાસ અધિકારીને અરજી કરવાની રહેશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: