ભીમરાડ ITI ખાતે વ્યવસાયલક્ષી કોર્ષમાં મહિલાઓ માટે વિનામૂલ્યે તાલીમ, આ તારીખ સુધી કરી શકાશે અરજી

71
Free Training For Women in Vocational Courses at Women ITI of Surat-suratheadlines

સુરત
મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બને તેવા આશયથી સુરત શહેરના ભીમરાડ ઔદ્યોગિક તાલીમ સંસ્થા(મહિલા) ખાતે ધો.૧૦ પાસ મહિલાઓ માટે વિવિધ છ જેટલા વ્યવસાયલક્ષી કોર્ષમાં વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે.

આચાર્યની યાદીમાં જણાવ્યા મુજબ બીજા રાઉન્ડમાં પ્રવેશ ઈચ્છુક મહિલાઓએ તા.૧૦/૯/૨૦૨૧ સુધીમાં ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in પર અરજી કરીને જરૂરી પ્રમાણપત્રો સાથે કોઈ પણ ITI માં જમા કરાવી શકશે. ITI માં એક વર્ષનો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ, ઈન્ટીરિયર ડેકોરેશન એન્ડ ડિઝાઈન, ફેશન ડિઝાઈન એન્ડ ટેકનોલોજી, હેલ્થજ સેનેટરી ઈન્સપેકટર, બ્યુટીપાર્લર તથા ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સીસ્ટમ મેન્ટેનન્સના કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે. વધુ વિગતો માટે મો.૮૧૪૧૪૩૮૮૩૨ અથવા ભીમરાડ ખાતે ITI નો સંપર્ક સાધવાનું જણાવાયું છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: