લોકડાઉન પછી એક મહિનામાં લેવાશે GTUની કોલેજાના વિદ્યાર્થીઓની પરીક્ષા

388

અમદાવાદ
રાજ્યમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં શાળાકીય પરીક્ષાઓ રદ્દ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે કોલેજાના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા અંગે રજૂઆત કરવામાં આવી રહી છે.

જા કે રાજ્યમાં જીટીયુ દ્વારા જણાવાયું છે કે સરકાર દ્વારા જા મંજૂરી આપવામાં આવશે તો લોકડાઉન બાદ એક મહિનાની અંદર જ પરીક્ષા લેવામાં આવશે. આમ જીટીયુ દ્વારા પરીક્ષાના આયોજનને લઇને કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે જીટીયુની ડિપ્લોમા અને ડિગ્રી એન્જીનીયરીંગ, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની વિદ્યાશાખાની અંદાજે ૪૫૦થી વધુ કોલેજામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે આ વિદ્યાર્થીઓની પરીક્ષા લોકડાઉન પહેલા એપ્રિલમાં લેવાની હતી. જો કે લોકડાઉન જાહેરાત કરવામાં આવતા સમર એકઝામ મોકૂફ રાખવામાં આવી હતી.

Share This: