ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓને ઉત્તરવહી અવલોકન માટે નહિ બોલાવાય ગાંધીનગર

રાજ્યમાં ચાર ઝોન બનાવી હાથ ધરાશે કામગીરી

39

અમદાવાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦-૧૨ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ ઉત્તરવહી અવલોકન માટે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. સામાન્ય સંજોગોમાં અરજદારોને અવલોકન માટે ગાંધીનગર બોલાવાતા હોય છે, પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ૪ ઝોનમાં અવલોકનની કામગીરી વહેંચી છે. ગાંધીનગરમાં કોરોનાને લઈ શિક્ષણ બોર્ડે આજે એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

શિક્ષણ બોર્ડેના નિર્ણય પ્રમાણે અવલોકન માટે વિદ્યાર્થીઓને ગાંધીનગર બોલાવવામાં આવશે નહીં તેવો એક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ચાર ઝોન બનાવી ત્યાં જ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરામાં સેન્ટર બનાવાયા છે. જ્યાં જઈને વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહી જોઈ શકશે. આ નિર્ણયથી હાલ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Share This: