ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા કરાઈ આ જાહેરાત

બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 ના રીપીટર વિધાર્થીઓની હોલ ટિકિટ ઉપલબ્ધ

168
Notice of Gujarat Secondary and Higher Secondary Education Board-suratheadlines

15 મી જુલાઈથી ધોરણ 12 ના રીપીટર વિધાર્થીઓની યોજાશે પરીક્ષા,

GSEB.ORG પર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વિધાર્થીઓની હોલ ટિકિટ ઉપબ્ધ,

ગાંધીનગર
આગામી 15 મી જુલાઈના રોજથી રાજ્યમાં ધોરણ 10 અને 12 ના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા યોજાશે. જે અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વિધાર્થીઓની હોલ ટિકિટ અંગે જાહેરાત કરવામાં આવી છે. વિધાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઈટ GSEB.ORG પર હોલ ટિકિટ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Announcement of Gujarat Secondary and Higher Secondary Education Board-suratheadlines Gujarat Secondary and Higher Secondary Education Board's Announcement-suratheadlines

ધોરણ-૧૨ ના રીપીટર/પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા તા.૧૫/૦૭/૨૦૨૧ થી શરૂ થશે. વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટીકીટ) તા.૦૫/૦૭/૨૦૨૧ ૧૧.૦૦ કલાકથી અને સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટીકીટ) ૧૨.૦૦ કલાકથી બોર્ડની વેબસાઈટ sci.gsebit.in અથવા gsebit.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી. દ્વારા લોગઈન કરી ડાઉનલોડ કરી શકાશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ગાંધીનગર.

Share This: