આવતીકાલે ધો. 12 સામાન્ય પ્રવાહના રીપીટર વિધાર્થીઓનું પરિણામ થશે જાહેર

વિધાર્થીઓ પરીક્ષાના બેઠક ક્રમાંક થકી બોર્ડની વેબસાઈટ gseb.org પરથી જોઈ શકશે પરિણામ

90
Result of HSC General Stream Repeater Students Will Declared Tomorrow-suratheadlines

ગાંધીનગર
આવતીકાલ સોમવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રીપીટર વિધાર્થીઓનું પરિણામ ઓનલાઈન જાહેર કરાશે. વિધાર્થીઓ પરીક્ષાના બેઠક ક્રમાંક થકી બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પરિણામ જોઈ શકશે.

Result of HSC General Stream Repeater Students Will Be Declared Tomorrow-suratheadlines

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પ્રમાણપત્ર ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ પ્રવાહ અને સંસ્કૃત મધ્યમોના જુલાઈ-૨૦૨૧ પરીક્ષાના પુનરાવર્તીત (રીપીટર), ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર તા.૨૩/૦૮/૨૦૨૧ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

વધુમાં વિદ્યાર્થી તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને જોઈ શકશે. પરિણામ બાદના ગુણપત્રક/પ્રમાણપત્ર/S.R. શાળાવાર મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગથી કરવામાં આવશે. ગુણચકાસણી કે દફતર ચકાસાણીની કાર્યવાહી માટેની સૂચનાઓ હવે પછી મોકલી આપવામાં આવશે. આ અંગે સંબંધિતોને નોંધ લેવા બોર્ડ દ્વારા જણાવાયું હતું.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ગાંધીનગર.

Share This: