સુરતના કતારગામમાં આવેલી ગજેરા સ્કૂલમાં ફી માટે ફોન કરાતાં વાલીઓએ વિરોધ કર્યો

758

સુરત
કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલમાં વાલીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો છે. શાળા દ્વારા વાલીઓને ફોન કરીને સ્કૂલ ફી ભરી જવાનું કહેવાતા વાલીઓ સ્કૂલે પહોંચ્યાં છે. શાળાના પ્રિન્સીપાલને મળીને કોરોના સમયમાં ફી માટે દબાણ ન કરવા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ શિક્ષણમંત્રીને પણ ટેલિકોનિક રીતે વાલીઓએ ફરિયાદ કરી છે. શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું કે, નવા સત્રના એડમિશન માટે વાલીઓને બોલાવવામાં આવ્યાં છે. જો કે અમુક વાલીઓને મીસ અન્ડરસ્ટેનીંગ થયું હોય તેવું જાણવા મળતા તેમની સાથે સમજાવટથી કામ લેવામાં આવ્યું છે.

સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, વાલીઓને પર્સનલ ફોન કરીને ફી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેથી અમે શાળાએ પહોંચ્યા અને પ્રિન્સીપાલને મળ્યાં હતાં. તેમણે એડમિશન માટેની વાત કરી હતી. જો કે, શાળા પરિસરમાં ઉભેલા વાલીઓએ જણાવ્યું હતું કે, અમે ફી ભરવા માટે આવ્યાં છીએ. અમે શિક્ષણમંત્રીને પણ ટેલિફોનિક ફરિયાદ કરી છે. જો કે અમને શાળા દ્વારા એડમિશન માટે બોલાવાયાનું કહેવાયું છે. શાળાના શિક્ષકોના પગાર કરવા માટે ફીની માંગ કરાઈ રહી હોવાનું પણ વાલીઓએ વધુમાં જણાવ્યું હતું.

ગજેરા સ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું કે, અમે ધોરણ ૧,૯ અને ૧૧માંના નવા એડમિશનની કામગીરી શરૂ કરી છે. આગામી મહિનાથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે કેટલાક વાલીઓને ગેરસમજ થતાં આજે સ્કૂલ પર આવ્યા હતા અને ફી મંગાતી હોવાની વાત કરી હતી. અમે તેમને કહ્યું કે, જે લોકો ભરી શકે તેમ છે તેઓ ફી ભરે તો સ્કૂલના ખર્ચાઓમાં તે કામ આવી શકે. સગવડતા પ્રમાણે ફી ભરે બાકી કોઈને ફોર્સ કરાતો નથી.

Share This: