
વિરાટ કોહલીને બેટી મળી
મુંબઈ
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા માતા-પિતા બન્યા છે. બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ આજ રોજ બપોરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ ગુડ ન્યૂઝ આપવામાં આવી છે.
વિરાટ કોહલી દ્વારા દીકરીના જન્મ અંગે માહિતી આપતાં ખુશી વ્યક્ત કરાઈ હતી. વિરાટે તમામ ચાહકોનો તેમની મંગલકામનાઓ માટે આભાર માન્યો હતો. વધુમાં વિરાટે જણાવ્યું હતું કે, અનુષ્કા અને તેમની દીકરી બંને સ્વસ્થ છે. અમે ખુશનસીબ છીએ કે અમને જિંદગીના આ ચેપટરનો અનુભવ મળ્યો. વિરાટ અને અનુષ્કાને ક્રિકેટર્સ તથા અનેક સેલિબ્રિટીઓ દ્વારા શુભેચ્છા અપાઈ હતી.