અમિતાભ બચ્ચનને થયો કોરોના

ક્રિકેટની હસ્તીઓએ સ્વસ્થ થવાની કરી કામના

નવી દિલ્હી
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આખા બચ્ચન પરિવાર અને તેમના સ્ટાફનો ટેસ્ટ થયો. ત્યારબાદ હવે અભિષેક કોરોના પોઝિટીવ આવ્યો છે. અમિતાભ બચ્ચન અને અભિષેકને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારબાદ અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનનો ટેસ્ટ કરાવ્યો તો બંનેનો નેગેટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટમાં લખ્યું હતું, કે, “મને કોરોના પોઝિટીવ આવ્યો છે. હોસ્પિટલમાં શિફ્ટ થયો છું. હોસ્પિટલે અધિકારીઓને જાણ કરી દીધી છે. છેલ્લા ૧૦ દિવસથી જે પણ મારી નજીક આવ્યા એ દરેકને વિનંતી કરું છું કે તે ટેસ્ટ કરાવી લે.

મહાનાયકના સમાચાર મળતાની સાથે જ સચિન તેંડુલકરે ટ્વિટ કર્યુ છે સચિને મહાનાયકના જલ્દી સાજા થવાની કામના કરી છે. તેમણે ટ્‌વીટ કરી કહ્યું છે કે જલ્દી સાજા થઈ જાઓ અને પરત ફરો. બચ્ચનની તબિયતને લઇને હરભજન સિંહ, પાક. ક્રિકેટર શોએબ અખ્તર, યુવરાજ સિંહ જાડેજાએ ટ્‌વીટ કરી જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી છે.

અમિતાભ બચ્ચન પહેલાં પણ કેટલાંય બોલિવુડ સ્ટાર્સ આ ખતરનાક વાયરસની ઝપટમાં આવી ચૂકયા છે. સૌથી પહેલાં કનિકા કપૂરને કોરોના વાયરસ થયો હતો અને ત્યારબાદ તો કિરણ કુમાર, કરીમ મોરાની અને તેમની બંને દીકરીઓ જોઆ અને શાજા મોરાની સહિત તમામ સેલેબ્સ કોવિડ-૧૯ પોઝિટીવ આવ્યા હતા.

Share This: