અભિનેત્રી ડેબી મઝાર કોરોના વાયરસના ચેપમાંથી બહાર આવી રહી છે

265

મુંબઇ
કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે ત્યાં હોલીવુડની અભિનેત્રી ડેબી મઝાર પણ વૈશ્વિક મહામારી કોરોનાની શિકાર બની હતી. ‘એન્ડુરેજ’જેવી ફિલ્મમાં ચમકી ગયેલા ડેબી મઝારે પોતે જ આજે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા મારફતે કરી હતી.તેણે એક લાંબી પોસ્ટ લખીને આ વાતની જાણકારી આપી હતી.મઝારે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મને ચેપ લાગ્યો હતો, પરંતુ હવે હું સાજી થઇ ગઇ છું.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ કોરોનાવાઇરસના ભોગ બની ચુક્યા હતા. એન્ડુ વાટ.ઇદ્રીસ એલ્બા અને ક્રિસ્ટોફર હિવજુ પણ કોરોનામાં સપડાયા હતા. હાલમાં તેમને આઇસોલેશન વોર્ડમાં રખાયા હતા.

‘એક મહિના પહેલા મારા આખા પરિવારને તાવ અને માથામાં દુખાવો થતો હતો. ગળામાં પણ ચેપ હતો. પરંતુ હવે બધુંજ બરાબર છે.પંદર માર્ચના રોજ મને ફરીથી એ જ લક્ષણો જણાયા હતા. આ વખતે તેની તીવ્રતા વધુ હતી. મને ૧૦૨.૪ તાવ હતોં. મને લાગ્યું કે કદાચ ફ્લુ અથવા તો કોરોના થયો હશે’એમ ડેબીએ કહ્યું હતું.તેણે એમ પણ કહ્યું હતું કે લાંબા સમય સુધી તે કોરોના ટેસ્ટ કરાવી શકી ન હતી.

Share This: