સુશાંતની અંતિમ ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર રિલિઝ

મુંબઇ
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સંજના સાંઘી છે. સંજનાએ સુશાંત સાથે સેટ પર સમય પસાર કર્યો હતો અને મિત્ર હોવાને નાતે તેને સપોર્ટ પણ કર્યો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સંજનાએ તે સમયને યાદ કર્યો હતો.

પહેલાં આ ફિલ્મ ‘કીઝી ઔર મૈની’ના નામથી બનાવવામાં આવી હતી. જો કે, ફેબ્રુઆરી ૨૦૧૯માં ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું અને ‘દિલ બેચારા’ રાખવામાં આવ્યું. ૨ મિનિટ અને ૪૩ સેકેન્ડનું આ ટ્રેલર એક સમય હસાવે છે તો બીજા સમયે રડાવી પણ દે છે. ફિલ્મમાં કીઝી બાસુ એટલે કે સંજના સાંઘી કેન્સરની દર્દી છે. તેની મુલાકાત મૈની એટલે કે સુશાંત સિંહ સાથે થાય છે. શરૂઆતમાં કીઝીને મૈની પસંદ નથી પરંતુ ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ પહેલાં ગયા વર્ષે ૨૯ નવેમ્બરે રિલીઝ થવાની હતી અને પછી આ ફિલ્મને ૨૦૨૦માં આઠ મેના રોજ રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, કોરોના વાઈરસને કારણે લોકડાઉન હોવાથી ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Share This: