
નવી દિલ્હી
દિલ્હીમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલાં ખેડૂતોને શિયાળાની ઠંડીથી બચાવવા પંજાબી ગાયક તથા એક્ટર દિલજીત દોસાંઝએ ખેડૂતોને એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ખેડૂતોને ઠંડીથી બચાવવા ગરમ કપડાં તથા ધાબળા ખરીદવા દિલજીત દોસાંઝએ એક કરોડ રૂપિયાની મદદ કરી છે. આ વાત પંજાબી સિંગર સિંધાએ પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો મેસેજ શેર કરીને કરી હતી.
ઉપરાંત આ સિવાય દિલજિત દોસાંઝએ દિલ્હીમાં કૃષિ બિલનો વિરોધ કરી રહેલાં ખેડૂતોને શક્ય તેટલી મદદ કરી છે. ગઈ કાલે શનિવારના રોજ દિલજીત સિંધુ બોર્ડર પર ખેડૂતો સાથે જોડાયો હતો. જ્યાં તે ખેડૂતો વચ્ચે બેસેલો જોવા મળ્યો હતો. દિલજીતે સોશિયલ મીડિયામાં ખેડૂતોના સમર્થનમાં અનેક પોસ્ટ કરી છે. તેને કેન્દ્ર સરકારને ખેડૂતોને માંગ પુરી કરવા અપીલ કરી છે.