ચાહકે સુશાંતનું સૌરમંડળમાં રજીસ્ટર કરાવ્યું નામ

મુંબઈ
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને ૨૧ દિવસ વીતી ગયા છે. પરંતુ હજી પણ કોઈ તેમને ભૂલી શક્યુ નથી અને કદાચ સુશાંતની ખોટ ક્યારેય નહી પુરી શકાય. સુશાંતના ચાહકો તેને પ્રેમથી યાદ કરી રહ્યા છે. સુશાંતના ચાહકો તેમને જુદી જુદી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુશાંતના એક પ્રશંસકે તેમને વિશેષ શ્રદ્ધાંજલિ આપી છે. સુશાંતના એક ચાહકે તેના નામે એક તારો ખરીદી લીધો છે.

સુશાંત સિંહ રાજપૂતને સ્પેસ, ગેલેક્સી અને ચાંદ તારાઓ ખૂબ જ પસંદ હતા. સુશાંતે ચાંદ પર જમીન પણ લીધી હતી. જેને તે ટેલિસ્કોપ દ્વારા જોયા કરતો હતો. સુશાંતે ૫૫ લાખ રૂપિયાનો ટેલીસ્કોપ લીધુ હતુ. જે તેના ઘરના બેઠક ખંડમાં રાખવામાં આવ્યુ હતું. આ સાથે જ સુશાંતના એક ચાહકે પણ ટ્‌વીટ કર્યું છે કે તેણે સુશાંતના નામનો એક તારો રજિસ્ટર કરાવ્યો છે. સુશાંતની આ પ્રશંસકનું ટ્વિટર એકાઉન્ટ રક્ષાના નામે છે. રક્ષા અમેરિકા રહે છે. તેણે પોતાના ટ્‌વીટ સાથે એક સર્ટિફિકેટ પણ શેર કર્યું છે.

ટ્વિટ કરતા તેમણે લખ્યું કે, સુશાંત હંમેશા તારાઓનો શોખીન રહ્યો છે અને તેથી જ મે તેના નામનો એક તારો ખરીદ્યો છે જે હંમેશાં આ રીતે ચમકતો રહેશે. રક્ષાએ શેર કરેલા પ્રમાણપત્ર મુજબ RA.22.121 પોઝિશનના તારાનું નામ સુશાંતસિંહ રાજપૂત રાખવામાં આવ્યું છે. આ ટ્‌વીટ સોશિયલ મીડિયા પર હાલ ખુબજ વાયરલ થઈ રહ્યું છે.આ રીતે સુશાંતના પ્રશંસકે એક અલગ અંદાજથી તેને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Share This: