ગલવાન વેલી તથા લોકડાઉન પર ફિલ્મ બનશે

40

મુંબઈ
ઘણાં વર્ષોથી વાસ્તવિક ઘટના પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. વર્ષ ૨૦૨૦માં કોરોના વાઈરસ, લોકડાઉન તથા ગલવાન વેલી ચર્ચામાં રહ્યાં છે. કેટલાંક મેકર્સે આ મુદ્દા પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. મધુર ભંડારકર તથા દિનેશ વિજન સહિત અનેક મેકર્સે ફિલ્મના નામ પણ રજિસ્ટર કરાવી દીધા છે. સૂત્રોના મતે, ‘ગલવાન વેલી’નું ટાઈટલ દિનેશ વિજને રજિસ્ટર કરાવ્યું છે. તેમને વૉર જૉનરની ફિલ્મ પસંદ છે. તેઓ ઘણાં દિવસથી વાસ્તવિક મુદ્દાને લઈ એક વાર ફિલ્મ બનાવવા ઈચ્છતા હતાં. ગલવાન વેલીમાં ભારતીય સૈનિકોની સાહસની કથા છે. ચીન પણ પાછળ હટ્યું હોવાની ચર્ચા છે.

આવામાં તેમણે આ ટોપિક પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. તેમણે ઘટનાના બીજા જ દિવસે ફિલ્મનું ટાઈટલ રજિસ્ટર કરાવી લીધું હતું. મધુર ભંડારકર તથા આનંદ એલ રાયે કોરોનાને લઈ એક ટાઈટલ રજિસ્ટર કરાવ્યું છે. કર્ણાટકના પ્રોડ્યૂસરે ચાર માર્ચના રોજ ‘કોરોના વાઈરસ’ ટાઈટલ રજિસ્ટર કરાવ્યું હતું. તેમણે ‘ડેડલી કોરોના’ નામથી ફિલ્મ રજિસ્ટર કરાવી હતી. કર્ણાટક પ્રોડ્યૂસર હિંદીમાં ફિલ્મ બનાવવાના છે. આનંદ એલ રાયે ‘કોરોના વાઈરસ’ ટાઈટલ રજિસ્ટર કરાવ્યું છે. મધુર ભંડારકરે ‘કોરોના ૨૦૨૦’ ટાઈટલ રજિસ્ટર કરાવ્યું છે. મધુરે માત્ર એક જ નહીં પરંતુ ‘કોરોના લોકડાઉન’ તથા ‘ઇન્ડિયા લોકડાઉન’ જેવા નામ પણ રજિસ્ટર કરાવ્યા છે. ઈરોઝ ઈન્ટરનેશનલે ‘કોરોના પ્યાર હૈં’ નામનું ટાઈટલ રજિસ્ટર કરાવ્યું છે.

ડિસ્કવરી ચેનલે ‘કોવિડ ૧૯’ના નામથી ટાઈટલ રજિસ્ટર કરાવ્યું છે. આ નામ પરથી તેઓ ડોક્યુમેન્ટ્રી બનાવવાના છે. કુમાર મંગત પાઠકે પણ ‘કોવિડ ૧૯‘’ ટાઈટલ ફિલ્મ માટે રજિસ્ટર કરાવ્યું છે. માર્ચ મહિનામાં કોરોના વાઈરસના નામથી ઘણાં ટાઈટલ રજિસ્ટર કરવામાં આવ્યા છે. ત્યારબાદ મોટા ભાગના લોકોએ લોકડાઉન ટાઈટલ રજિસ્ટર કરાવ્યા છે. કેટલાંકે ‘લોકડાઉન શોટ્‌ર્સ’ના નામ પર પણ ટાઈટલ નોંધાવ્યા છે. ફિલ્મ તથા સિરિયલ બંનેના ટાઈટલ આ નામ પરથી છે. પંજાબી તથા ભોજપુરી પ્રોડ્યૂસર્સે પણ લોકડાઉન નામથી ફિલ્મ રજિસ્ટર કરાવી છે.

Share This: