શાહિદ કપૂરના જીવનના એક દિવસની ઝલક માત્ર 20 સેકન્ડમાં

શાહિદે વિડીયો શેર કરી પોતાના જીવનના એક દિવસની આપી ઝલક,

90
Glimpse of Shahid Kapoor's Life in Just Twenty Seconds-suratheadlines

મુંબઈ
અભિનેતાના જીવનની જિજ્ઞાસા કંઈક એવી છે જે ક્યારેય મૃત્યુ પામતી નથી. અભિનેતા શાહિદ કપૂર જે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તે ઘણીવાર પોતાના અંગત જીવનની ઝલક આપે છે. ત્યારે સવારે શાહિદે એક ઈન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરી હતી. જે 20 સેકન્ડમાં તેના જીવનના એક દિવસની ઝલક આપે છે.

Glimpse of Shahid Kapoor's Life in Twenty Seconds-suratheadlines Glimpse of Shahid Kapoor's Life in Twenty Seconds Video-suratheadlines

શેર કરેલા વીડિયોમાં શાહિદ કપૂર તેના શૂટના સેટ પર પહોંચતો જોવા મળી રહ્યો છે. શાહિદ પોતાની વેનિટી વેનમાં પોતાનું કોસ્ચ્યુમ અને મેક-અપ કરાવે છે અને જુદાં-જુદાં પ્રોજેક્ટ્સ માટે શૂટિંગ કરવા જાય છે. તે અનેક લોકો સાથે વાત કરતો પણ જોવા મળે છે અને શૂટના પડદા પાછળ શું ચાલે છે તેની ઝલક આપે છે. વિડિઓના અંતમાં શાહિદ કહે છે “મારા જીવનના 20 સેકન્ડ પુરા થઈ ગયા છે. કેમેરો રોકો મારે ઘરે જવું છે”.

શાહિદ કપૂર છેલ્લે વર્ષ 2019 માં સંદીપ વાંગા રેડ્ડી નિર્દેશિત ફિલ્મ કબીર સિંહમાં જોવા મળ્યો હતો જે બોક્સ ઓફિસ પર જોરદાર હિટ રહી હતી. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક હતી. હાલ શાહિદ કપૂરની એક સ્પોર્ટ્સ ડ્રામા જર્સીની રિલીઝની રાહ છે. જેમાં તે ક્રિકેટરની ભૂમિકા ભજવતો જોવા મળશે. શાહિદ કપૂર રાજ અને ધ ફેમિલી મેન ફેમના ડીકે સાથે ડેબ્યૂ વેબ સિરીઝનું શૂટિંગ પણ કરી રહ્યો છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, મુંબઈ.

Share This: