રિતિક રોશન અને અજયે કોવિડ-૧૯ના યોદ્ધાઓને બ્લડ ડોનેશન માટે કરી અપીલ

429

અમદાવાદ,
એક્ટર્સ અજય દેવગન અને રિતિક રોશને નોવેલ કોરોના વાઇરસની વિરુદ્ધ જંગ લડવામાં મદદ માટે કોવિડ-૧૯નો સામનો કરનારી વ્યક્તિઓને બ્લડ ડોનેટ કરવાની અપીલ કરી હતી. આ બંને એક્ટર્સે ટ્વિટર પર શરૂ કરવામાં આવેલી એના માટેની પહેલ વિશેની વિગતો શૅર કરી હતી. અજયે લખ્યું હતું કે, જો તમે કોવિડ-૧૯થી રિકવર થયા હોય તો તમે કોરોના યોદ્ધા છો. આ અદ્રશ્ય દુશ્મનને હરાવવા માટે આપણને આવા યોદ્ધાઓની આર્મીની જરૂર છે.

તમારા બ્લડમાં એવી બુલેટ્‌સ છે કે જે આ વાઇરસને મારી શકે છે, પ્લીઝ તમારું લોહી ડોનેટ કરો. જેથી અન્ય લોકો પણ આ બીમારીથી રિકવર થાય. રિતિકે પણ આ ઇનિશિયેટિવને સપોર્ટ આપ્યો હતો અને તેના ટ્વિટર પેજ પર વધારે વિગતો શૅર કરી હતી. તેણે લખ્યું હતું કે, મુંબઈની કસ્તુરબા હોસ્પિટલ એક મિશન પર છે કે જેને કોરોના વાઇરસથી સક્સેસફુલ્લી રિકવર થયા હોય એવા તમામ લોકોના સપોર્ટની જરૂર છે.

જો તમે પોઝિટિવ હોવાના નિદાન અને છેલ્લા ટેસ્ટ્‌સનું રિઝલ્ટ નેગેટિવ આવ્યા બાદ ૧૪ દિવસ ક્વોરેન્ટાઇન રહ્યા હોય તો તમારા બ્લડમાં એવા સેલ્સ છે કે જે વાઇરસને મારી શકે છે. જા તમે તમારું બ્લડ ડોનેટ કરશો તો અન્ય લોકો પણ રિકવર થઈ શકશે, ખાસ કરીને જેમની સ્થિતિ ગંભીર છે.

Share This: