ટોલીવૂડ અભિનેત્રી મીરાં ચોપરાને જુનિયર એનટીઆર ચાહકોએ આપી દુષ્કર્મની ધમકી

199

મુંબઇ
બોલિવૂડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની બહેન અને ટોલીવુડ અભિનેત્રી મીરા ચોપડા ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મીરા ચોપડાને હાલમાં જ દુષ્કર્મની ધમકી મળી છે. આટલું જ નહીં, ટ્વિટર પર ચાહકો દ્વારા તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેને વેશ્યા અને પોર્ન સ્ટાર હોવાનું પણ કહ્યું હતું. મામલો વધતો જોઈને મીરાએ કાર્યવાહી કરી નેશનલ કમિશન ફોર વુમન અને સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ તમામ હોબાળો ટ્વિટર પર થયો હતો અને જુનિયર એનટીઆર ચાહકો પર આ સમગ્ર મામલાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ટોલીવૂડ અભિનેત્રી મીરા ચોપડાએ તાજેતરમાં જ તેના ટ્વિટર ચાહકો માટે સવાલ-જવાબ સત્રનું આયોજન કર્યું હતું. આ દરમિયાન, એક ચાહકે તેમને દક્ષિણ ભારતીય ફિલ્મ્સના અભિનેતા જુનિયર એનટીઆર વિશે પ્રશ્નો પૂછ્યા. તેના જવાબમાં મીરાએ કહ્યું કે જુનિયર એનટીઆરને જાણતી નથી. તે તેની ફેન નથી, પરંતુ મહેશ બાબુની પ્રશંસક છે. આ કહેતા ચાહકો ગુસ્સે થઈ ગયા અને મીરાને ગાળો આપી અને અપમાનજનક શબ્દો બોલવાનું શરૂ કરી દીધું.

જ્યારે ચાહકોએ તેમને બળાત્કારની ધમકી આપી અને વેશ્યાઓ અને પોર્ન સ્ટાર હોવાનું કહ્યું. એક તરફ, જ્યાં લોકો ટ્વિટર પર મીરા સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા, બીજી તરફ #WeSupportMeeraChopra એ મીરાના સમર્થનમાં ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. મીરાએ આવી દુર્વ્યવહાર અને ધમકીઓ અંગે રાષ્ટ્રીય મહિલા આયોગ અને સાયબર પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે.

મીરા ચોપડાએ ટ્વિટર પર આ કેસમાં જુનિયર એનટીઆરને ટેગ કર્યા છે અને પૂછ્યું છે કે જો તે મહેશ બાબુની પ્રશંસક છો તો તેને ફેન્સ ગાળો આપશે અને હું વેશ્યા અને એક પોર્ન સ્ટાર ગણાઇશ, કારણ કે મહેશ બાબુ પસંદ છે. શું તમે આવા પ્રશંસકો સાથે સારું અનુભવો છો. મને આશા છે કે તમે મારા ટ્વિટની અવગણના નહીં કરો. ઉલ્લેખનીય છે કે મીરા ચોપડા બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની કજિન છે.

Share This: