કનિકા કપૂરનો બીજી વખતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

299

મુંબઇ
બોલિવૂડ સિંગર કનિકા કપૂરને બીજી વખત પણ કોરોના ટેસ્ટમાં પોઝિટીવ પરિણામ આવ્યું છે. કનિકાના પરિવારે સવાલ ઉઠાવ્યા હતા એટલે બીજી વખત તેનો ટેસ્ટ કરવામાં આવ્યો અને એમાં પણ કોરોના પોઝિટીવ આવ્યો. કહેવામાં આવી રહી છે કે, હાલમાં તેની હાલત સ્થિર છે.

કનિકાનું બીજુ સેમ્પલ રવિવારે લેવામાં આવ્યું હતું. સેમ્પલની તપાસ કરવામાં આવી તો બીજી વખત તો કનિકાને હાયર લોડ કોરોના વાયરસ આવ્યો. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહી છે. આ પહેલા જે રિપોર્ટ કરવામાં આવ્યો એમાં તેની ઉમર અને લિંગ સંબંધિત માહિતી ખોટી હોવાનો દાવો કરીને સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. માટે કનિકા ખુદ અને એનો પરિવાર એવું ઈચ્છતા હતા કે બીજી વખત ટેસ્ટ થાય.

એસજીપીજીઆઇએમએસજીના ડાયરેક્ટર ડો.આર કે ધીમાને જણાવ્યું કે, કનિકાને સારી સુવિધા આપવામાં આવી રહી છે. કનિકાએ કહ્યું હતું કે રૂમ ખરાબ છે અને મચ્છર છે. એ વાત પર ડાયરેક્ટરે તેને ખોટી ઠરાવી છે. ડાયરેક્ટરે કહ્યું કે, એની હોસ્પિટલનો સ્ટાફ ચાર કલાકની શિફ્ટમાં છે. જે આ સમયે ન તો કંઈ ખાઈ શકતા કે ન તો કંઈ પી શકતા. કારણ કે તે સંક્રમણ રોધી ઉપકરણ પહેરે છે.

Share This: