કપિલે પોતાની ટીમ સાથે ધ કપિલ શર્મા શોનું શરૂ કર્યું શુટીંગ

બધા જૂના ચહેરાઓ સાથે નવી શરૂઆત : કપિલ શર્મા

132
Kapil Started Shooting of The Kapil Sharma Show With His Team-suratheadlines

મુંબઈ
બીજી વાર પિતૃત્વમાં પ્રવેશતાં કપિલ શર્માએ લોકડાઉન દરમિયાન ધ કપિલ શર્મા શો પરથી બ્રેક લીધી હતી. કપિલ પોતાના શો સાથે પાછો ફરે તેની પ્રેક્ષકો ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જો કે હાલ ધ કપિલ શર્મા શોની રાહ જોઈ રહેલા પ્રેક્ષકોની આતુરતાનો અંત આવ્યો છે. કપિલ શર્માએ પોતાની ટીમ સાથે ધ કપિલ શર્મા શોનું શુટીંગ શરૂ કર્યું છે.

પ્રસિદ્ધ કોમેડિયન કપિલ શર્માએ 2018 માં તેમની બાળપણની મિત્ર ગિની ચત્રથ સાથે લગ્ન કર્યાં હતાં. કપિલ અને તેની પત્ની ગિન્ની ચત્રથની એક બાળકી, અનાયરા છે. જેનો જન્મ ડિસેમ્બર 2019 માં થયો હતો. જો કે કપિલને આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના બીજા બાળકનો આશીર્વાદ મળ્યો હતો. તેમના પુત્રનો જન્મ 1 ફેબ્રુઆરીએ થયો હતો. બીજી વાર પિતૃત્વમાં પ્રવેશતાં કપિલે પોતાના શો પરથી બ્રેક લીધી હતી. જો કે કપિલે કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ સાથે કપિલ શર્મા શોનું શૂટિંગ શરૂ કર્યું છે.

કપિલે ટવીટરના માધ્યમથી ટ્વીટ કરી પોતાના શોની ટીમ સાથેના શ્રેણીબદ્ધ ફોટા શેર કર્યા છે. કપિલે શ્રેણીબદ્ધ ફોટા શેર કરી જણાવ્યું છે કે, “બધા જ જુના ચહેરા સાથે નવી શરૂઆત’. કપિલ શર્માએ પોતાના ધ કપિલ શર્મા શોનું શૂટિંગ તેમની જૂની ગેંગ સાથે શરૂ કરી દીધું છે. તેમની સાથે સુદેશ લહેરી, કિકુ શારદા, કૃષ્ણ અભિષેક અને ચંદન જોવા મળી રહ્યા છે. કાળા વસ્ત્રોમાં ડેપર અને આનંદકારક દેખાતા તેમના બધા ચહેરા આનંદથી ભરાયા છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, મુંબઈ.

Share This: