હિન્દી સિનેમાના દિગ્ગજ સિતારા દિલીપ કુમારનું નિધન : અનેક નેતા-અભિનેતા અંતિમ દર્શન માટે પહોંચ્યા

મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં વહેલી સવારે દિલીપ કુમારે લીધા અંતિમ શ્વાસ

128

દિલીપ કુમારનું સાંજે 5:00 વાગે સાન્તાક્રુઝના જુહુમાં કરાશે અંતિમ સંસ્કાર,

મુંબઈ
છેલ્લા કેટલાય સમયથી બીમારીઓ સામે લડી રહેલ હિન્દી સિનેમાના દિગ્ગજ દિલીપ કુમારનું નિધન થયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ ખાન ગણાતાં યુસુફ ખાન એટલે કે દિલીપ કુમારે વહેલી સવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. સાંજે 5:00 વાગે સાન્તાક્રુઝના જુહુમાં દિલીપ કુમારનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

હિન્દી સિનેમાનું અનમોલ રત્ન દિલીપ કુમાર છેલ્લા કેટલાય સમયથી બીમારીઓ સામે જંગ લડી રહ્યા હતા. 30 મી જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આજ વહેલી સવારે 7:00 વાગે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ICU ની સારવાર દરમિયાન યુસુફ સાહબે અંતિમ શ્વાસ લીધા છે. આ અંગે દિલીપ કુમારના ટ્વીટર હેન્ડલર ફૈઝલ ​​ફારુકી દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે.

Uddhav Thackeray Gives Tribute to Dilip Kumar at His Home-suratheadlines Uddhav Thackeray Give Tribute to Dilip Kumar at His Home-suratheadlines

દિલીપ કુમારના નિધનની ખબર મળતાં જ અનેક રાજનેતા અને અભિનેતાઓ નેતાઓ દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા શ્વાસ સુધી દિલીપ કુમારની પડખે રહેનાર સાયરાબાનું અને તેમના પરિવારને સાંત્વના પાઠવા અનેક મહાનુભાવો તેમના ઘરે પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે દિલીપ કુમારના ઘરે પહોંચી સાયરાબાનુંને સાંત્વના પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા બૉલીવુડ સ્ટાર સલમાન ખાન સહીત અનેક રાજનેતા અભિનેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી શોક વ્યક્ત કર્યો હતો. PM મોદીએ દિલીપ કુમારના પરિવારને સંવેદના વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે કે, દિલીપકુમારજી સિનેમેટિક લિજેન્ડ તરીકે યાદ કરવામાં આવશે. તેમનું નિધન આપણા સાંસ્કૃતિક વિશ્વને નુકસાન છે.

દિલીપ કુમારના નિધન પર પૂર્વ કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે કે, ભારતીય સિનેમામાં દિલીપ કુમારનો અસાધારણ યોગદાન આવનારી પેઢીને હંમેશા યાદ રહેશે.

બોલિવૂડના ‘ટ્રેજેડી કિંગ’ દિલીપ કુમારના નિધન પર બોલીવુડ સ્ટાર સલમાન ખાને દિલીપ કુમાર સાથેની તસ્વીર શેર કરી લખ્યું છે કે, સર્વશ્રેષ્ઠ અભિનેતા ભારતીય સિનેમાએ ક્યારેય જોયો છે અને ક્યારેય જોશે.

Shah Rukh Khan Gives Tribute to Dilip Kumar at His Home-suratheadlines Shah Rukh Khan Give Tribute to Dilip Kumar at His Home-suratheadlines

દિલીપ કુમારના અવસાનની ખબરથી દુઃખિત બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન દિલીપ કુમારના ઘરે પહોંચ્યા હતા. શાહરુખ ખાને દિલીપ કુમારનું અંતિમ દર્શન કરી સાયરાબાનુને સાંત્વના પાઠવી હતી. શાહરુખ ખાનના જીવનમાં યુસુફ સાહબનો પ્રભાવ સર્વશ્રેષ્ઠ છે. શાહરૂખે પોતાના પિતારૂપી આકૃતિ, તેમની મૂર્તિ, તેની પ્રેરણા ગુમાવી દીધી છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, મુંબઈ.

Share This: