સુશાંત સિંહ રાજપૂતના ડિલીટ ટ્વિટને લઇ મુંબઈ પોલીસનો ટ્વિટરને પત્ર

11

મુંબઈ
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે મુંબઇ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે જેથી જે પણ સત્ય છે તે બહાર આવે. અત્યાર સુધીમાં પોલીસે સુશાંત અને અનેક પ્રોડક્શન હાઉસની પૂછપરછ કરી છે. પોલીસે સુશાંતના મિત્રો અને ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરી હતી. તો પોલીસને શંકા છે કે સુશાંતના ટ્વિટર એકાઉન્ટ પરથી કેટલાક ટ્‌વીટ્‌સ ડિલીટ કરવામાં આવ્યા છે. ‘પિંકવિલા’ના એક અહેવાલ મુજબ હવે પોલીસે ટ્વિટર પરથી છેલ્લા ૬ મહિનામાં સુશાંતના એકાઉન્ટ વિશે સંપૂર્ણ માહિતી માંગી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇ પોલીસે ટ્વિટરને એક પત્ર લખીને સોશિયલ મીડિયા પર સુશાંતની પ્રવૃત્તિ વિશે માહિતી માંગી છે જેથી તેના વર્તનનું યોગ્ય રીતે નિરીક્ષણ કરી શકાય. જો કે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે સુશાંતે આત્મહત્યા કરી હોવાનું નિશ્ચિત છે. સુશાંતના ટ્વિટર એકાઉન્ટ પર તેની છેલ્લી પોસ્ટ ૨૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ દેખાય છે અને પોલીસને શંકા છે કે આ પછી સુશાંતના એકાઉન્ટમાંથી કેટલીક પોસ્ટ્‌સ ડિલીટ થઈ ગઈ હશે. જણાવી દઈએ કે ૪ જૂને સુશાંતે તેના એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. સુશાંતના ચાહકો તેની વિશ્વ વિદાય લઈને હજી પણ દુઃખી છે અને લોકોની માંગ છે કે અભિનેતાના આપઘાત કેસની યોગ્ય તપાસ કરવામાં આવે.

Share This: