નાગિન ૪નું શૂટિંગ ફરીથી શરૂ

સેટ પર જોવા મળી રશ્મિ દેસાઈ

51

નવી દિલ્હી
પ્રોડ્યુસર એક્તા કપૂરે લોકડાઉનમાં ઢીલ અપાતા જ પોતાની ડેઈલી સોપ નાગિન ૪નું શૂટિંગ ફરીથી શરૂ કરી દીધુ છે. એક્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર ડેઈલી સોપના સેટની કેટલીક તસવીરો શેર કરી. તેણે લખ્યું કે અને આ ફરીથી શરૂ થઈ ગયું શૂટસ્ટાટ‌ર્સ, #અનલોક૧. એક્તાએ જે તસવીરો શેર કરી છે તેમાં કલાકાર સોશિયલ ડિસ્ટર્ન્સિંગનું પાલન કરતા જોવા મળી રહ્યાં છે. ટીમના તમામ મેન્બર ગ્લોવ્ઝ, ફેસ શિલ્ડ પહેરેલા જોવા મળી રહ્યાં છે. તસવીરોથી જાણવા મળે છે કે સેટ પર પ્રવેશ કરતા પહેલા કલાકારો અને ચાલક દળના સભ્યોનું થર્મલ સ્ક્રિનિંગ થઈ રહ્યું છે.

મેકઅપ કલાકારો અને હેર સ્ટાઈલિસ્ટે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (પીપીઈ) પહેરેલા જોઈ શકાય છે. અત્રે જણાવવાનું કે નાગિન ૪માં આ વખતે રશ્મિ દેસાઈ જોવા મળવાની છે. આ સાથે જ નિયા શર્માની પણ એન્ટ્રી થઈ છે. હવે સોશિયલ મીડિયા પર રશ્મિ દેસાઈના બે વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં એક વીડિયોમાં રશ્મિના ઈન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સ ક્લબ દ્વારા શેર કરાયો છે. જ્યારે અન્ય એક વીડિયોને બોલિવૂડ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. આ સાથે જ નિયા શર્માએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નાગિન ૪ના પહેલા દિવસના શૂટિંગની કેટલીક તસવીરો શેર કરી છે.

Share This: