મહારાષ્ટ્રના બે થિયેટર્સમાં રાધે ફિલ્મ થઈ રિલીઝ, જાણો પ્રથમ દિવસની કમાણી…

કોરોનાની બીજી લહેરના આતંકને કારણે OTT પ્લેટફોર્મ્સ પર ફિલ્મ થઈ હતી રિલીઝ

139
Radhe Film Released in Two Theaters of Maharashtra-suratheadlines

મુંબઈ
વર્ષ 2021 માં જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાઈ હોય તેમાંની એક ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ આ ઈદ પર રિલીઝ થઈ હતી. ભારતમાં કોરોનાની બીજી લહેરના આતંકને કારણે રાધે ફિલ્મ OTT પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવી હતી. જો કે સંક્રમણની ગતિ નબળી પડતા મહારાષ્ટ્રના બે થિયેટર્સમાં રાધે ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.

ગત શુક્રવારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જુદા-જુદા સ્તરે જિલ્લાઓને ગ્રેડ આપીને રાજ્યને અનલોક કરવાની જાહેરાત કરવામાં આવી હતી. દુર્ભાગ્યવશ સામગ્રીના અભાવને કારણે અને મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં હજી પણ સિનેમાઘરોને બંધ રાખવાનું પસંદ કરવામાં આવ્યું છે. પરંતુ 11 મી જૂને મહારાષ્ટ્રના બે સિનેમાઘરો દ્વારા પહેલ કરાતાં આ બે સિનેમાઘરોમાં રાધે ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે.

Zee Studios-suratheadlines

મહારાષ્ટ્રના માલેગાંવ અને ઔરંગાબાદના થિયેટરમાં રાધે ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. ઝી સ્ટુડિયોઝે ગત રોજ એન્જોય ડ્રાઈવ ઈન સિનેમાની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં રાધે ફિલ્મના શો માટે સાંજે સાડા સાત વાગ્યે કારોની હરોળ જોવા મળી હતી. બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ ઔરંગાબાદના થિયેટરમાં રૂપિયા 2420 નું કલેક્શન થયું હતું. જ્યારે માલેગાંવના ડ્રાઈવ ઈન સિનેમામાંથી રૂપિયા 3597.86 નું કલેક્શન થયું હતું. બંને સિનેમાઘરનું 11 મી જૂનનું કુલ કલેક્શન રૂપિયા 6017.86 થયું છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, મુંબઈ.

Share This: