સેલેબ્સના ખાવા બનાવવાના વીડિયો મુદ્દે સાનિયા મિર્ઝા ભડકી

226

મુંબઇ
દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનને લઇને દેશની મોટી મોટી હસ્તીઓ અને બાલીવડુ સેલિબ્રિટીઓઓ પણ પોતાના કામ ઠપ કરી દીધા છે. દરેક વ્યક્તિ હાલ પોતાના ઘરમાં છે. પોતાના ઘરમાં રહીને કેટલીક સેલિબ્રિટીઓ સોશ્યલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરે છે. આ મામલે સાનિયા મિર્ઝા ભડકી છે.

ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બાલીવુડની હસ્તીઓને આડેહાથે લેતા એક પાસ્ટ શેર કરી છે. સાનિયાએ આ પાસ્ટ મારફતે એવા લોકોને ખખડાવ્યા છે, જે લોકો લાકડાઉનના સમયે ખાવા બનાવવાના કે ભોજનના વીડિયો શેર કરી રહ્યાં છે.

સાનિયા મિર્ઝાએ એવા લોકો માટે સોશ્યલ મીડિયા પર લખ્યું- ખાવાનુ બનાવવાના વીડિયો અને તસવીરો પાસ્ટ કરીને શું હજુ સુધી આપણુ મન નથી ભરાયુ. માત્ર આટલુ જ કહેવુ જ હતુ કે સેંકડો, હજારો લોકો એવા છે, જે ખાસ કરીને અમારી પાસે આ દુનિયામાં જે ભૂખના કારણે મરી રહ્યાં છે, અને દિવસભર ખાવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે, જો તેમનુ નસીબ હોય તો તેમને એક સમયનુ ખાવાનુ મળે.

Share This: