તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સોઢી શોને છોડવાની અટકળો તેજ

50

મુંબઈ
ટીવી જગતમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનો ડંકો વાગી રહ્યો છે. આ સિરિયલ કરોડો લોકોને ભરપુર મનોરંજન પુરૂ પાડી રહી છે. તો સામે શોના દરેક પાત્રો પણ તેની સાથે આત્મીયતાથી જોડાઈ રહ્યાં છે. જો કે આ શો છેલ્લા કેટલાક સમયથી દયા ભાભી એટલે કે દિશા વાકાણીના શોમાં પાછા ફરવાના હા-નાને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે વધુ એક કલાકાર સિરિયલ છોડવાની ફિરાકમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીનું પાત્ર નિભાવનાર ગુરૂચરણસિંહ શો છોડવાનું મન બનાવી ચુક્યાં છે. તેના પર શોના પ્રોડ્યુસર અસીત મોદીએ નિવેદન આપ્યું છે. મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુરૂચરણે વ્યક્તિગત કારણોના હિસાબે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા માટે શૂટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પ્રોડકશન હાઉસને પોતાના નિર્ણયની જાણકારી આપી દીધી છે. સાથે જ આ સંબંધે સોઢીએ પ્રોડક્શન હાઉસને એક પત્ર પણ સોંપ્યો છે.

શોના પ્રોડ્યુસર અસીત મોદીએ ગુરૂચરણસિંહના શો છોડવાની વાત ઉપર પ્રતિક્રિયા આપી હતી. સ્પોટબોયે જ્યારે તેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે મને ખરેખર ખબર નથી. આ વાત ક્યાંથી ફેલાવવામાં આવી રહી છે. મને ગુરૂચરણસિંહ તરફથી કોઈ એવો પત્ર મળ્યો નથી. હાલ તો હું લેખનમાં વ્યસ્ત છું અને અમારા શૂટીંગને ફરીથી શરૂ કરવાની તારીખો નિર્ધારિત કરવામાં લાગ્યો છું.

Share This: