સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર ૬ જુલાઈએ થશે રિલીઝ

મુંબઈ
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર ૬ જુલાઈના રોજ રિલીઝ થવાનું છે. સુશાંત સિંહે મુંબઈમાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેના ફેન્સે તેની આખરી ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની માંગ કરી હતી. પરંતુ આ ફિલ્મ ૨૪ જુલાઈના રોજ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર દરેક માટે ફ્રીમાં સ્ટ્રીમ થવાની છે. ફિલ્મના ટ્રેલરને લઈને ઘણી રાહ જોવાઈ રહી છે.

ઓનલાઇન રિલીઝને લઈને લોકોએ વિરોધ પણ કર્યો હતો. ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘી જે આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે, તેણે લોકોને ઓનલાઇન રિલીઝને સ્વીકારી તેને પ્રેમ આપી બ્લોકબસ્ટર બનાવવા વિનંતી કરી હતી. સંજનાએ ફિલ્મના બિહાઇન્ડ ધ સીન્સના અમુક ફોટો પણ શેર કર્યા છે. દિલ બેચારા ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું અડેપ્ટેશન છે. આ ફિલ્મથી સુશાંતનો મિત્ર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનો સ્પેશિયલ અપિઅરન્સ છે.

Share This: