
૬૩ દિવસ બાદ આવી બિગ બોસ ૧૪ ના ફીનાલેની પળ
મુંબઈ
લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસના ૧૪ મા સીઝનમાં આ વિકને સિઝનનો ફીનાલે વિક જાહેર કરવામાં આવ્યો હતો. જો કે હવે વિકેન્ડ થતાં બિગ બોસ ૧૪ નો ફીનાલે આવી ચુક્યો છે. બિગ બોસ ૧૪ ના ફીનાલેનો આજે પ્રથમ દિવસ છે. બિગ બોસ ૧૪ ના સ્પર્ધકો ફીનાલેથી માત્ર એક જ કદમ દૂર છે.
૩ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજથી બિગ બોસના ૧૪ મા સીઝનની શરૂઆત કરાઈ હતી. જો કે હવે ૬૩ દીવસો બાદ બિગ બોસ ૧૪ ના ફીનાલેની પળ આવી ચુકી છે. જે સ્પર્ધકો બિગ બોસમાં પહેલાંના સિઝનોમાં ભાગ લઈ ચુક્યા છે તે સ્પર્ધકો પણ બિગ બોસ ૧૪ ના ફીનાલેમાં જોવા મળશે.
બિગ બોસ ૧૪ દરમિયાન શોમાં કેટલાંય ટ્વિસ્ટ આવ્યા હતા. સીઝન દરમિયાન શો માં બે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી. કવિતા કૌશિક અને અલી ગોનીએ શોમાં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લીધી હતી. જો કે બંને હવે શોથી બહાર છે.
બિગ બોસ ૧૪ માં બે સ્પર્ધકો એજાઝ ખાન અને અભિનવ શુકલા ફાઈનાલિસ્ટ તરીકે સિલેક્ટ થયા છે. તો બીજા ચાર સ્પર્ધકો રાહુલ વૈદય, નિકી તંબોલી, રૂબીના દિલૈક અને જાસમીન ભસીન ફાઈનાલિસ્ટની રેસમાં છે. જો કે હવે ફીનાલેની ક્ષણ આવી ચૂકી છે કે જેની બિગ બોસના ચાહકો રાહ જોઈ રહ્યા હતા.