ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતના સંબંધોનો અંત આવ્યો હોવાની ચર્ચા

નવી દિલ્હી
અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના અભિનય કરતા તો ફિલ્મી ડાંસ અને અફેર્સને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે. ઉર્વશી સૌથી પહેલા ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પ્રેમમાં હતી. હાર્દિક બાદ અભિનેત્રી ટીમ ઇન્ડિયાના વિકેટકિપર ઋષભ પંતના પ્રેમમાં પડી હતી. જો કે અહીં પણ અભિનેત્રીને ક્રિકેટર સાથે વાંકુ પડ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતના સંબંધોનો અંત આવ્યો હોવાની ચર્ચા છે. ઋષભે તો ઉર્વશીના વોટ્‌સઅપ અને ફોન બંનેને બ્લાક કરી દીધા છે. ઋષભ પંત ઉર્વશી સાથે વાત જ નથી કરવા માંગતો. જેથી ક્રિકેટરે આ સુંદર બોલિવૂડ એક્ટ્રેસને બ્લાક કરી દીધી છે.

વાત એમ હતી કે, પંતને શ્રીલંકા વિરુદ્ધ રમવામાં આવેલી ત્રીજી અને છેલ્લી ટી૨૦ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક ના મળી. વળી મેદાન પર પણ તેમનું ખરાબ પ્રદર્શનના કારણે પંત ભારે તણાવમાં હતો. આ ટેન્સનના કારણે કે તેને આ બોલિવૂડ એક્ટ્રેસને વોટ્‌સઅપ અને ફોન બંને પર બ્લોક કરી દીધી હતી. પંતના એક નજીકના વ્યક્તિએ આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે, ઉર્વશી પંત સાથે સતત વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. જેના પછી ભારતીય વિકેટકીપરે કંટાળીને આ પગલું ભર્યું હતું.

જ્યારે જો કે ઉર્વશીએ આ વિષે કહ્યું હતું કે, તેમણે બંનેએ જ એકબીજાને બ્લોક કરવાનો નિર્ણય આપસી સહમતિથી કર્યો છે. જ્યારે પંતના એક નજીકના વ્યક્તિએ આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે, ઉર્વશી પંત સાથે સતત વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. જેના પછી ભારતીય વિકેટકીપરે કંટાળીને આ પગલું ઉઠાવ્યું. પંતનું નામ ઉર્વશી સાથે ગત વર્ષે જોડાયું હતું. આ પહેલા અભિનેત્રીનું નામ ટીમ ઇન્ડિયાના ઓલરાઉંડર હાર્દિક પંડ્યા સાથે પણ જોડાઇ ચૂક્યું છે. જો કે હાર્દિકથી દૂર વધતા ઉર્વશી પંત સાથે ડિનર ડેટ પર નજરે પડી હતી.

Share This: