બાગાયતી વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અહીં કરો અરજી…

89
Apply Here For Avail Various Schemes of Horticulture Department-suratheadlines

સુરત
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ ૨૦૨૧-૨૨ના વર્ષ માટે રાજ્યના ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઈ શકે તે માટે ikhedut.gujarat.gov.in પોર્ટલ નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય જાતિના ખેડુતો માટે તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા:૧૫/૧૧/૨૦૨૧ સુધી તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતીના ખેડૂતો માટે તા.૧૬/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

નાયબ બાગાયત નિયામકના જણાવ્યા મુજબ, ખેડુતોને પાવરટીલર (૮ BHP થી વધુ), ટ્રેકટર, હાઈબ્રીડ બિયારણ, ફળ પાક પ્લાન્ટીંગ મટીરીયલ માં ૯૦% સહાય માટેનો ઘટક, કેળ ટીસ્યુ, વેલાવાળા શાકભાજીમાં ટીસ્યુ કલ્ચર પ્લાન્ટીંગ મટીરીયલ, શોર્ટીંગ /ગ્રેડીંગ સાધનો, છુટા ફુલ, સ્પ્રે પંપ, સ્વયં સંચાલિત બાગાયતી મશીનરી, મસાલા પાક, પેકિંગ મટીરિયલમાં સહાય મળશે.

જે ખેડૂત મિત્રો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં લાભ લેવા માંગતા હોય તેઓએ પોતાના નજીકના ગામના ઈ-ગ્રામ સેન્ટર, ખાનગી ઈન્ટરનેટ અથવા બાગાયતની કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટકમા સમયસર અરજી કરવી.

અરજી કર્યા બાદ અરજીની કોપી અને સાધનિક કાગળો ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ, સુરત ખાતે અચુક જમા કરવાના રહેશે. વધુ જાણકારી માટે ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮. પર સંપર્ક કરવાનું રહેશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: