નોકરીવાંચ્છું ઉમેદવારો તેમજ ઔદ્યોગિક એકમો જોબ અને કમર્ચારીઓ માટે આ પોર્ટલ પર કરો રજીસ્ટ્રેશન

કંપનીઓ અને યુવાનોને અનુબંધમ પોર્ટલ અને એપનો વધુમાં વધુ ઉપયોગ સહ રજિસ્ટ્રેશન કરવાનો જિલ્લા કલેકટરનો અનુરોધ

91
Industrial Units as well as Job Seekers Can Register on This Portal-suratheadlines

સુરત
ઔદ્યોગિક એકમો, કંપનીઓ/સંસ્થાઓને જરૂરિયાત મુજબ કુશળ અને તાલીમબદ્ધ ઉમેદવાર મળે અને નોકરીવાંચ્છું ઉમેદવારો પોતાના જિલ્લામાં તેમજ પસંદગીના પદ પર નોકરી મેળવી શકે તે માટે “અનુબંધમ” પોર્ટલના પ્રચાર-પ્રસાર અને જાગૃત્તિ માટે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને તાજેતરમાં બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સુરત જિલ્લાની કંપનીઓ, સંબંધિત તમામ કચેરીઓના પ્રતિનિધિઓએ મનોમંથન કર્યું હતું. બેઠકમાં સુરત જિલ્લા રોજગાર કચેરીના અધિકારીએ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. જિલ્લા કલેકટરે આ પોર્ટલ અને એપનો કંપનીઓ અને યુવાનો વધુમાં વધુ ઉપયોગ કરે, રજિસ્ટ્રેશન કરે એવો અનુરોધ કર્યો હતો.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: