આ રીતે રોજગારવાંચ્છુઓ ઘરે બેઠા રોજગાર કચેરીમાં નોંધણી કરી શકશે

157
Job Seekers Will Be Register Their Name Online at Employment Office-suratheadlines

સુરત
રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે અનુબંધમ વેબપોર્ટલ અને એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારો ઘરે બેઠા પોતાના જિલ્લાની વિવિધ સેકટરવાઈઝ રજિસ્ટ્રેશન કરીને નોકરી શોધી શકશે.

રોજગારવાંચ્છુ ઉમેદવારો ઘરે બેઠા https://anubandham.gujarat.gov.in પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન પણ કરી શકશે. વેબપોર્ટલ પર આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો (જેપીજી) ફાઈલમાં અપલોડ કરીને સરળતાથી રજિસ્ટ્રેશન કરી શકશે.

માર્ગદર્શન માટે રોજગાર સેતુ હેલ્પ લાઈન નં.- ૬૩૫૭૩૯૦૩૯૦ પર કોલ કરીને અથવા મદદનીશ રોજગાર (રોજગાર) કચેરી, સી-૫, બહુમાળી ભવન, નાનપુરા ખાતે સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: