ગોધરાની ૧૩ વર્ષીય માહી પરમારે આતંરરાષ્ટ્રીય લેવલે નામ કર્યું રોશન

94
18 Year Old Mahi of Godhra Set International Record-suratheadlines

પંચમહાલ
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી સત્યનગર સોસાયટીમાં રહેતી ૧૩ વર્ષીય માહી પરમારે માત્ર પંચમહાલ જિલ્લા જ નહિ પણ આતંરરાષ્ટ્રીય લેવલે નામ રોશન કર્યુ છે. ગોધરામાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી માહી પરમારે સ્ટેન્ડીંગ બાઈસિકલ ક્રન્ચીસમાં એક મોટો રેકોર્ડ કાયમ કર્યો છે અને અગાઉના રેકોર્ડને પણ તોડ્યો છે. જેને લઈને ઈન્ટનેશનલ બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા માહી પરમારને મેડલ આપીને સન્માનિત કરવામાં આવી છે.

18 Year Old Mahi of Godhra Make International Record-suratheadlines

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી સત્યનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ પરમાર વ્યવસાયે ટ્યુશન શિક્ષક છે. તેમના પત્ની હાઉસ વાઈફ છે. તેમના સંતાનોના એક પુત્ર નેત્ય અને પુત્રી માહી છે. જેમાં તેમની પુત્રી ગોધરાની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરે છે. માહી પોતાના શરીરને ફિટ રાખવા ઉપર ખાસ ધ્યાન આપે છે. જેમા તેને સોશિયલ મીડીયા ઉપર વિડીયો જોઈને તેને એક પ્રકારની શારીરીક કસરત જેને સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્ચીંસ પર હાથ અજમાવાનું શરૂ કર્યુ છે. જેમાં તાલીમ બાદ માહીએ તે પ્રકારની કસરત પર પ્રભુત્વ મેળવી લીધુ. જેમાં માહી પરમારે સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્ચીંસમા એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યા છે.

18 Year Old Mahi Parmar of Godhra Make International Record-suratheadlines

અગાઉ જુનો રેકોર્ડ ૧ મીનીટમાં ૧૨૭ નો હતો. જેને માહી પરમારે ૧ મીનીટમાં ૧૫૧ સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્સીસ કરીને અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જે એક ઈન્ટરનેશનલ રેકોર્ડ છે. જે રેકોર્ડ લઈને સન્માન પણ કરવામાં આવ્યું છે.

18 Year Old Mahi Parmar of Godhra Set International Record-suratheadlines

ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં માહી પરમારની આ અનોખી સિદ્ધિની નોંધ લેવામાં આવી છે. માહી આ ઉપંરાત કરાટેમાં જુડો ચેમ્પીયન છે. જેમાં જિલ્લા લેવલથી ઈન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. જેમાં બ્રોન્સ તેમજ સિલ્વર મેડલ મેળવ્યા છે. પિતા નરેન્દ્રભાઈ જણાવે છે. મારી દીકરીએ ઈન્ટરનેશનલ રેકોર્ડ બનાવા બદલ હું ગર્વ અનુભવુ છું. માત્ર ગોધરા જ નહી પણ આખા ભારત દેશનું નામ રોશન કર્યુ છે.

મોહસીન દાલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, પંચમહાલ.

Share This: