ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પયનશિપમાં ભરૂચ પોલીસ અધિક્ષકના પુત્રએ મેળવ્યો ગોલ્ડ મેડલ

57
40th Gujarat State Shotgun Shooting Championship-suratheadlines

ભરૂચ
તાજેતરમાં ક્રાઉન શૂટિંગ સ્પોર્ટ્સ એકેડેમી, વલાદ,જી. ગાંધીનગર ખાતે રમાયેલ ૪૦મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પયનશિપમાં ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમાના સુપુત્ર માનવરાજસિંહે ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધમાંની જુનિયર ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ, ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધાની વ્યક્તિગત જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ અને ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધાની વ્યક્તિગત સિનિયર કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

40th Gujarat State Shotgun Shooting Championship 2021-suratheadlines

જુનિયર શૂટર ઓક્ટોબર ૨૦૨૧ માં પંજાબના પટિયાલા ખાતે આયોજિત થનાર પ્રી નેશનલ શોટગન શૂટિંગ સ્પર્ધા (ઓલ ઈન્ડીયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધા) માં ભાગ લેવા માટે ક્વાલીફાઈ થયા છે. આ જુનિયર શૂટર આવનાર સમયમાં ગુજરાત રાજ્ય વતી પ્રિ-નેશનલ અને ત્યારબાદ ક્વાલિફાઈ થયેથી નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Gujarat State Shotgun Shooting Championship 2021-suratheadlines

ક્રાઉન શૂટિંગ સ્પોર્ટ્સ એકેડેમી, વલાદ,જી. ગાંધીનગર ખાતે રમાયેલ ૪૦મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પયનશિપમાં સિનિયર પુરુષ તથા મહિલા તેમજ જુનિયર પુરુષ તથા કેટેગરીમાં સિંગલટ્રેપ, ડબલ ટ્રેપ અને સ્કીટ શોટગન શૂટિંગ સ્પર્ધમાં ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં માનવરાજ ચુડાસમા ૧૨ વર્ષ અને ૯ માસના સૌથી નાની ઉંમરના યંગેસ્ટ શૂટર હતા.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: