ભરૂચમાં બે સગીરાઓ સાથે શારીરિક અડપલા કરનાર કબીર પંથી ઝડપાયો

56
76 Year Old Man Was Caught Red-Handed in Bharuch-suratheadlines

ભરૂચ
ભરૂચનાં ગાયત્રીનગર વિસ્તારમાં ઘર આંગણે રમી રહેલી બે બાળાઓને નજીક બોલાવી ખોળામાં બેસાડી શારીરિક અડપલા કરનાર ૭૬ વર્ષીય વૃદ્ધ સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ થતા પોલીસે તેની ધરપકડ કરી કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના લિંક રોડ પર આવેલી ગાયત્રી નગર સોસાયટી ખાતે મકાન નંબર ૯૩૧ માં રહેતા ૭૬ વર્ષીય ભોપનારાયનદાસ પ્રેમદાસ મહંતના એ પોતાના વિસ્તારમાં સંતાકૂકડી રમતી બે બાળાઓને પોતાના ઘરે બોલાવી ખોળામાં બેસાડી શારીરિક અડપલા કરી રહ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે સ્થાનિકોમાં પણ ખળભળાટ ઉભો થવા પામ્યો હતો.

બંને બાળા સાથે શારીરિક અડપલા ૭૬ વર્ષીય વૃદ્ધ કરી રહ્યો હોવાની ઘટનાના પગલે બાળાઓના પરિવારે તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ વૃદ્ધ આરોપી ભોપનારાયનદાસ પ્રેમદાસ મહંત વિરુદ્ધ બાળાઓ સાથે શારીરિક અડપલા અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવતાં પોલીસે ગણતરીની મિનિટોમાં વૃદ્ધ આરોપીને તેના ઘરમાંથી ઝડપી પાડી તેના કોરોના ટેસ્ટ કરવાની તજવીજ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બાળાઓ સાથે શારીરિક અડપલા ઘટનાના પગલે સોસાયટી વિસ્તારમાં સન્નાટો મચી જવા પામ્યો હતો.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: