
ભરૂચ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અરગામાં વિલાયત વચ્ચે આવેલ કબ્રસ્તાન નજીક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ વાગરાથી ભરૂચને જોડતા માર્ગ ઉપર અરગામાં ગામ નજીક આવેલ કબ્રસ્તાન નજીક રોડ ઉપર નિલ ગાય ચઢી આવતા બાઈક સાથે ભટકાતા ઘટના સર્જાઈ હતી.
ઘટનાને પગલે બાઈક સવારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. માર્ગ ઉપર આવતા જતા વાહન ચાલકો મદદે પહોંચ્યા હતા. બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. પરંતુ 108 સમયસર ન પહોંચતા ઈજાગ્રસ્તને આખરે ખાનગી વાહન મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી.
રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.