ઓમિક્રોનના ભણકારા વચ્ચે રાજ્ય સરકારે નિયંત્રણોમાં આપી રાહત, આ રહી નવી SOP…

93
Amid Fears of Omicron, Gujarat Govt Has Given Relief in Restrictions-suratheadlines

રાજ્યના ગૃહ વિભાગે કોવિડ-19 ની નવી માર્ગદર્શિકા કરી જાહેર,

કોરોનાના નવા ઘાતકી ઓમિક્રોન વેરિયન્ટના ભણકારા વચ્ચે નિયંત્રણોમાં અપાઈ છૂટછાટ,

રાજ્યના આઠ મહાનગરોમાં લાગુ રાત્રી કર્ફ્યુ 10 મી ડિસેમ્બર સુધી રહેશે અમલી,

ગાંધીનગર
રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાને લેતાં રાજ્ય સરકાર રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ તથા કેટલાક નિયંત્રણો અમલમાં લાદવામાં આવ્યા છે. આ નિયંત્રણો તથા રાત્રિ કર્ફ્યુની અવધિ આજ રોજ પૂર્ણ થાય છે. રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતીની પુન: સમીક્ષા કરી પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબ નિર્ણય કરવામાં આવ્યા છે.

રાજ્યના ૮ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં તા.૦૧.૧૨.૨૦૨૧ના રાત્રિના ૦૧.૦૦ કલાકથી તા. ૧૦.૧૨.૨૦૨૧ ના સવારના ૦૫:૦૦ કલાક સુધી (દરરોજ રાત્રિના ૦૧:૦૦ કલાકથી સવારના ૦૫:૦૦ કલાક સુધી) રાત્રિ કર્ફ્યુ પૂર્વવત અમલમાં રહેશે.

રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ પૂર્વવત અમલમાં રહેશે.

(૧) બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
(૨) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કરીને અવરજવરની છૂટ રહેશે.
(૩) રાત્રિ કર્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહી.
(૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કરી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
(૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કરી અવરજવરની પરવાનગી મેળવી શકશે.
(૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

નિયંત્રણો :

રાત્રિ કર્ફ્યુ અમલી છે તે મહાનગરોમાં તા. ૧.૧૨.૨૦૨૧થી તા.૧૦.૧૨.૨૦૨૧ સુધીના સમગ્ર સમયગાળા સુધી નીચે મુજબના નિયંત્રણો પૂર્વવત અમલમાં રહેશે.

A તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્લેક્સ, માર્કેટીંગ ચાર્ડ, અઠવાડીક ગુજરી બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.
B. રેસ્ટોરેન્ટ્સ રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી મહત્તમ ૭પ% બેઠક ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત SOP ને આધિન ચાલુ રાખી શકશે. Home Delivery તથા Take away’ પણ રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.
C. સિનેમા હોલ ૧૦ % બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
D. જીમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત SOP ને આધિન ચાલુ રાખી શકાશે.
E. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત SOP ને આધિન ખુલ્લા રાખી શકાશે.
F. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ (ચારસો વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે.
G. અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ ૧૦૦ (એકસો) વ્યક્તિઓની મંજુરી રહેશે.
H. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત SOP ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ, બંઘ સ્થળોએ જગ્યાની ક્ષમતાના પ૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.

1. ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો-ટયુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક /ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટર્સ સ્થળની ક્ષમતાના મહત્તમ પ૦ % વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે.
J. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.
K. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાનો તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે યોજી શકાશે.
L. વાંચનાલયો 75% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે.
M. પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી, બસ સેવાઓ ૧૦૦% ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.
N. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમપ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.
0. ઓડીટોરીયમ, એરોમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.
P. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૭૫% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.
Q. સ્પા સેન્ટરો નિયત કોરોની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારના ૦૯:૦૦ થી રાત્રિના ૦૯: કલાક સુધી ચાલુ રાખી શકાશે.
R. ઉપરોકત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સીનનો પ્રથમ ડોઝ ફરજીયાત રહેશે. જે વ્યક્તિઓનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RT-PCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પિટલની charge Summaryની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તરત જ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોય તે હિતાવહ રહેશે.

આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ પૂર્વવત કોઈ પણ નિયંત્રણ વગર ચાલુ રહેશે.
1) Covid-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલા સેવા તેમજ આવશ્યક / તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ.
2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
3) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
4) ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
5) શાકભાજી માર્કેટ તથા ફ્રુટ માર્કેટ.
6) કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વૈચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઈન તમામ સેવા.
7) અનાજ તથા મસાલા દળવાની ઘંટી.
8) ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/રેસ્ટોરન્ટમાંથી “false away facility આપતી સેવાઓ.
9) ઈન્ટરનેટ, ટેલિફોન /મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/આઈ.ટી. સંબંધિત સેવાઓ.
10) પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
11) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોકિંગ, ટર્મિંગલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ.
12) પોસ્ટ અને કુરીયર સર્વિસ.
13) ખાનગી સિક્યુરીટી સેવા.
14) પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
15) કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
16) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
17) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
18) તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન Covid-19 સંબંધિત માર્ગદર્શક સૂયનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
19) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન Covid-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
6. તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગનું પૂર્વવત ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
7.સંબંધિત પોલીસ કમિશનર્સ જિલ્લા મેજિસ્ટ્રેટઓએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે CRPC તથા ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈ હેઠળ જાહેરનામાં તાત્કાલિક બહાર પાડવાના રહેશે.

આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું રહેશે.

આ હુકમના ભંગ બદલ “THE EPIDEMIC DISEASES ACT 1897′ અન્વયે ‘THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020′ of 8151418/2), THE INDIAN PENAL CODE’ની કલમ 188 તથા ‘THE DISASTER MANAGEMENT ACT’ની જોગવાઈઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ગાંધીનગર.

Share This: