અસંતોષની લાગણી સાથે આદિવાસી સમાજ દ્વારા ગોધરા કલેકટર કચેરીએ કરાઈ આ માંગ

ગુજરાત સરકારના રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર પાસેથી આદિજાતિ વિકાસ વિભાગનો હવાલો પરત લઈ આદિવાસી સમાજને ન્યાય આપોની કરાઈ માંગ

98
Application of Tribal Community at Collectorate in Godhra-suratheadlines

ગોધરા
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં આદિજાતિ વિકાસ વિભાગના હવાલા સાથે રાજ્યકક્ષાના મંત્રી બનેલા નિમિષાબેન સુથાર સામે આદિવાસી સમાજમાં ઉભા થયેલા અસંતોષ વચ્ચે ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને લખેલા આદિવાસી સમાજની લાગણીઓ વ્યક્ત કરતા આવેદનપત્રને ગોધરા સ્થિત નિવાસી અધિક કલેકટર મહિપાલસિંહ ચુડાસમાને સુપ્રત કરવામાં આવ્યું હતું.

Application of Tribal Community at Collectorate of Godhra-suratheadlines

આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર જણાવવામાં આવ્યું છે કે, નિમિષાબેન સુથારના જાતિ પ્રમાણપત્ર સામે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ અપીલનો જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓની પાસેથી આદિજાતિ વિકાસ વિભાગનો હવાલો લઈ લેવામાં આવે એવો આક્રોશ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

આદિવાસી માટે અનામત મોરવા(હ) વિધાનસભા બેઠકની રચના થઈ ત્યારથી બોગસ Application of Tribal Community at Collectorate of Godhra-suratheadlinesઆદિવાસી પ્રમાણપત્રના આધારે ધારાસભ્ય બનેલા નેતાઓ સામે આદિવાસી સમાજ દ્વારા શરૂ થયેલ ન્યાય માટેની આ લડતમાં પેટાચૂંટણીમાં પુનઃ ધારાસભ્ય બનેલા નિમિષાબેન સુથારનું જાતિ પ્રમાણપત્ર પણ બોગસ હોવાના મુદ્દાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે.

વધુમાં નિમિષાબેન સુથારનો મંત્રીમંડળમાં સમાવેશ કરીને આદિજાતિ વિકાસ વિભાગનો હવાલો સુપ્રત કરવાના ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયથી આદિવાસી સમાજમાં ભારે અસંતોષ ઉભો થઈને શરૂ થયેલા આ વિરોધમાં રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર પાસેથી આદિજાતિ વિકાસ વિભાગનો હવાલો પરત લઈ તેઓના જાતિ પ્રમાણપત્રની ચકાસણી કરીને આદિવાસી સમાજની લડતને ન્યાય આપોની શરૂ થયેલો આ વિરોધ ગુજરાતના પૂર્વપટ્ટી વિસ્તારમાં આગામી દિવસોમાં પ્રસરે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

મોહસીન દાલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ગોધરા.

Share This: