ભરૂચમાં ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિનની કરાઈ ઉજવણી

67
Bharuch BJP Celebrated Pandit Deendayal Upadhyay's Birth Anniversary-suratheadlines

ભરૂચ
ભરૂચ ભારતીય જનતા પાર્ટીના કસક કાર્યાલય ખાતે અંત્યોદય યોજનાના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે ફુલહાર અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી.

ભરૂચના વોર્ડ નંબર 3 માં આવેલ મહાવીર નગર ઝૂંપડપટ્ટીમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ગરીબોને ભોજન પીરસી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. પંડિત દીનદયાલ ઉપાધ્યાય એ એક ભારતીય વિચારક, સમાજ સેવક અને રાજકારણી હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીની પિતૃસંસ્થા ભારતીય જનસંઘના એક નેતા હતા.

Bharuch BJP Celebrates Pandit Deendayal Upadhyay's Birth Anniversary-suratheadlines

૨૫ સપ્ટેમ્બર ૧૯૧૬ ના રોજ જન્મેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સ્લમ વિસ્તાર સેવાવસ્તી મહાવીર નગર ખાતે બાળકોને ખીચડી તેમજ છાશનું વિતરણ કરવમાં આવ્યું હતું.

Bharuch BJP Celebrate Pandit Deendayal Upadhyay's Birth Anniversary-suratheadlines

સેવા સપ્તાહ અંતર્ગત યોજાયેલ ખીચડી છાશ વિતરણ કાર્યક્રમ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, મંત્રી નિશાંતભાઈ મોદી, પૂર્વ પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ તથા મોટી સંખ્યામાં સ્થાનિક કોર્પોરેટરો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતિ પર 25 સપ્ટેમ્બરના રોજ અંત્યોદય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષની જેમ આ વખતે પણ 25 સપ્ટેમ્બરે અંત્યોદય દિવસ મનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે અંત્યોદય દિવસ ઉજવવામાં આવે છે. આજે દેશમાં ગરીબોના ઉત્થાન માટે ઘણી અંત્યોદય યોજનાઓ ચાલી રહી છે. ભારત સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર 2014 ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 98 મી જન્મજયંતિ પ્રસંગે  ‘અંત્યોદય દિવસ’ ની જાહેરાત કરવામા આવી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે અંત્યોદયનું સૂત્ર આપ્યું છે. અંત્યોદય એટલે સમાજના છેલ્લા છેડા સુધી આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના લોકોનો ઉદય કે વિકાસ કરવાનો હોય છે.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ ભરૂચ.

Share This: