ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને રજુઆત કરાઈ

ગરીબ નવાઝ વિશે અભદ્ર શબ્દો બોલનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ

46
Bharuch District Muslim Community Given Application to Collector-suratheadlines

ભરૂચ
મુસ્લિમ સમાજનાં આદર્શ અને પ્રેરણારૂપ સૂફી સંત એવાં ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં ગુસ્તાખી કરનાર એક અધર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાજ્યપાલને સંબોધીને ભરૂચ જિલ્લા સમાહર્તાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ વગેરે ધર્મનાં લોકો ખ્વાજા ગરીબ નવાઝનાં ધર્મસ્થાનમાં જઈ ધાર્મિક આસ્થાઓ પૂર્ણ કરતાં હોય છે. તેવાં મહાન સૂફી સંત વિરુદ્ધ એક સાધુ જેવા અધર્મીએ હઝરત ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં અભદ્ર વાણી વિલાસ તથા અભદ્ર પ્રકારની ટિપ્પણી કરીને મુસ્લિમ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે.

આ પ્રકારનું કૃત્ય કરનાર અભદ્ર વાણી-વિલાસ આચરનાર સામે તાત્કાલિક ધોરણે કાયદેસરનાં પગલાં ભરી એફ.આઈ.આર. દાખલ કરવામાં આવે તેવી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે. જો અમારી માંગણી નહીં સંતોષાય તો જલદ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ મુસ્લિમ સમાજે ઉચ્ચારી છે.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: