“પોલીસ પ્રજાનો મિત્ર છે” ઉક્તિને ઝગડીયા પોલીસે કરી સાર્થક

અસ્થિર મગજની મહિલાનું તેમના કુટુંબ સાથે કરાવ્યું મિલન

221
Bharuch-Jhagadia Police Did a Noble Work of Humanity-suratheadlines

ભરૂચ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વાંકનેલ ગામની આશરે 65 વર્ષીય અસ્થિર મગજની મહિલા વિધુર વાસીબેન ભતુભાઈ વસાવા 15 દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. જે ઝગડીયા તાલુકાના ગોવાલી ખાતે ભૂખી તરસી હાલતમાં પોલીસ પેટ્રોલિંગ ટીમને મળતા આ મહિલા સાથે કોઈ અજુકતો બનાવ ના બને તે હેતુથી મહિલાને ઝગડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર પી.એચ.વસાવા સમક્ષ રજુ કરતા તેમણે ધીરજ અને કુનેહ પૂર્વક મહિલાને પોતાનું નામ થામ પૂછતા મહિલાએ આપેલ સરનામે ખબર આપતા મહિલાના જમાઈએ આવી મહિલાનો કબજો મેળવ્યો હતો.

Bharuch-Jhagadia Police Done a Noble Work of Humanity-suratheadlines

પોલીસ સ્ટેશનમાં આ સમયે ભાવુકતાના દ્રશ્યો સર્જાયા હતા. આ કામમાં ઝગડીયાના પી.એસ.આઈ.ની સાથે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ત્રિભોવનભાઈ બ.નં. 448 પણ હાજર હતા. વડોદરા વિભાગના ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાણા અને ભરૂચ જિલ્લા ડી.એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની અને અંકલેશ્વર વિભાગીય વડા ચિરાગ દેસાઈના કુનેહ માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી પૂર્ણ પાડવામાં આવી હતી. સમગ્ર પંથકમાં પોલીસની આ કામગીરીની ખૂબ પ્રસંશા થઈ રહી છે સલામ છે આવા પ્રજાના રક્ષકોને.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: