ભરૂચ એલસીબી પોલીસ દ્વારા કેમિકલ ચોરીનો મોટો નેટવર્ક ઝડપાયો

69
Bharuch LCB Police Nabbed Large Network of Chemical Thefts-suratheadlines

ભરૂચ
ભરૂચ એલ.સી.બી. પોલીસે દહેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં કેમિકલ ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યો હતો.

Bharuch LCB Police Nabbed Large Network of Chemical Theft-suratheadlines

ગત મોડી રાત્રીએ ભરૂચ એલ.સી.બી ને બાતમી મળી હતી કે, દહેજ વિસ્તારમાં અટાલી ગામ પાસે મોટા પ્રમાણમાં ચોરીના કેમિકલનો જથ્થો ઉતરવાનો છે. જેથી ભરૂચના એલ.સી.બી.ના અધિકારીઓ દ્વારા વોચ ગોઠવામાં આવી હતી. દરમિયાન ગાંધીધામ પાસિંગનું શંકાસ્પદ ટેન્કરના ડ્રાઈવરની પૂછપરછ કરતા આ કેમિકલ દિપક ફીનોલિક કંપનીમાંથી ભરાયું હતું અને અટાલી ગામ નજીક બનાવેલા ગોડાઉનમાં ખાલી થવાનું હતું તેવી બાતમી મળી હતી. કેમિકલ ચોરો હાથ લાગ્યા ન હતા પરંતુ એક ઈસમને પકડીને લાખો રૂપિયાના કેમિકલના કારોબારમાં કોની-કોની સંડોવણી છે તે સંદર્ભે તપાસ ચાલી રહી છે.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: