ભરૂચ : બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન

શુ તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યોં છે

208
Bharuch-Peoples are Disturbed by Pitted Roads-suratheadlines

આમોદથી જંબુસર માર્ગ પર પેસેન્જર ભરેલી બસ અને સર્વિસ રોડ પર માલ ભરેલી ગાડીઓ ફસાઇ

સદનસીબે કોઈ જાનહાનિ નહીં : લોકોએ હાશકારો અનુભવ્યો

ભરૂચ
ભરૂચના આમોદથી 3 કિલોમીટરનો સ્ટેટ હાઇવે રોડ 13 કરોડના ખર્ચે બનેલો જ્યાં રોડ ઉપર અનેક ગાડીઓ ફસાય છે રોડની બનાવટમાં મોટેથી મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની લોકચર્ચાઓ થઈ રહી છે. આમોદથી જંબુસર જવાના માર્ગ પર મસમોટા ખાડા પડ્યા છે અને આ ખાડાઓ જાણે તળાવો બનાવ્યા હોય તેમ આ ખાડાઓ જોતા લાગી રહ્યું છે. મોટા ભાગની ગાડીઓ હાલ સર્વિસ રોડ પરથી જઈ રહી છે. સર્વિસ રોડ ઉપર પણ મોટા-મોટા ગાબડાં પડી ગયા છે. અને રોડની સાઈડમાં આવેલ ગટરો કેટલીક જગ્યાએ બેસી જવા પામી છે.

ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખાડાઓમાંથી વાહન લઈ નીકળવું માથાના દુઃખાવા સમાન થઈ ગયું છે. આ ખાડાઓને લીધે વાહનચાલકો વાહનો લઇ સર્વિસ રોડ ઉપરથી પસાર થતા હોવાને લીધે સર્વિસ રોડની હાલત પણ દયનીય બનવા પામી છે અનેક જગ્યાએ ગાડીઓ ફસાય જતી હોવાની બૂમો ઉઠી રહી છે તેમ છતાં લાગતા વળગતા ભ્રષ્ટાચારી અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. 13 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ રોડ 13 મહિના પણ ન ચાલ્યો અને રોડની દયનીય પરિસ્થિતિ થઈ ગઈ તેમ છતાં તંત્ર તરફથી કોન્ટ્રાક્ટર ઉપર કડક પગલાં લેવામાં આવતા નથી. ક્યારે રસ્તાઓનું સમારકામ કામ થશે ? તે તો આવનારી સમય જ બતાવશે.

રિપોર્ટર : યાકુબ પટેલ,
સુરત હેડલાઈન્સ ન્યુઝ, ભરૂચ.

Share This: